Finance: સુરક્ષિત રોકાણ અને આકર્ષક રિટર્ન 01-10-2024
સુરક્ષિત રોકાણ અને આકર્ષક રિટર્ન મામલે ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ્સ અત્યંત પ્રચલિત છે. પોતાની કમાણીને જોખમમાં ન મૂકવાના ઇરાદા સાથે ઘણા લોકો બૅન્ક એફડીમાં રોકાણને પ્રાધાન્ય આપતા હોય છે. જો કે, એફડીમાં વ્યાજના દરો નજીવા હોવાથી રિટર્ન ખૂબ ઓછું મળે છે. આ સમસ્યાની નોંધ લેતાં કેટલીક બૅન્કો દ્વારા એફડી રેટ્સમાં વધારો કરવામાં આવ્યો છે. આવી જ એક બૅન્ક એફડી સુરક્ષિત રિટર્ન પ્રદાન કરી રહી છે.
ડેડલાઇન લંબાવાઈ
દેશની ટોચની સરકારી બૅન્ક SBIની 400 દિવસની સ્પેશિયલ એફડી સ્કીમની લોકપ્રિયતાને ધ્યાનમાં લેતાં તેની ડેડલાઇન લંબાવવામાં આવી છે. SBI અમૃત કળશ એફડી સ્કીમ આ 30 સપ્ટેમ્બરે બંધ થવાની હતી, પરંતુ તેની ડેડલાઇન હવે લંબાવી 31 માર્ચ-2025 કરવામાં આવી છે.
SHARE