-
Today 12-04-2025 04:52:am
કચ્છના બંદરીય શહેર માંડવીમાં અનેક ધર્મસ્થાન આવેલા છે, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા ના અસ્થી વિદેશથી લાવીને અહીં તેમને સ્મારક બનાવવામાં આવ્યું છે. પરંતુ હાલ જે માંડવી ની પરિસ્થિતિ છે તે જોઈને ક્રાંતિ ગુરુના અસ્થિ પણ રડતા હશે. ગોવા કે દીવ જાવ તો તમારે છાંટો પાણી કરવો હોય તો બાર શોધવો પડે અથવા તો બીયરની બોટલ માટે દુકાન શોધીને જઈને લાવવી પડે પરંતુ માનવીમાં હતો બીચ પર સ્કૂટરની ડીકીમાં, કારમાં, ઓટલા ઉપર માંગો ત્યારે અને ના એ માંગો તો પણ સામેથી તમને બોલાવીને દારૂ પીરસવામાં આવી રહ્યો છે આ જોઈને સવાલ એ થાય કે ખરેખર આ ગાંધીનું ગુજરાત છે? હાલ નાતાલના તહેવારોમાં કચ્છના રણ ઉત્સવ અને ખાસ કરીને માનવી બીચ પર પ્રવાસીઓ ઉંમટી રહ્યા છે, અનેક લોકો પોતાના બાળકો માતા પિતા અને પરિવાર સાથે પણ બીચ પર ફરવા આવે છે ત્યારે અચાનક માનવી આવ્યા અને દારૂ ન પીધો,એવું કેમ ચાલે ? અને નારિયેળ પાણીવાળા કે પછી શેરડીનો રસ વેચતા હોય તે રીતે દારૂની બોટલો અને બિયરના કેન બાઈક પર સજાવીને બોલાવી બોલાવીને વેચતા બુટલેગરો અને જાણે પોલીસ કે તંત્ર નો કોઈ ડર જ નથી રહ્યો! આમાં તંત્રની મીલી ભગત છે કે પછી સ્થાનિક રાજકારણીઓ ના આશીર્વાદ એ તો જો તપાસ થાય તો જ ખબર પડે પરંતુ હાલ તો શોખીનોને અને પ્યાસીઓને ભાવતું તું તેવું મળી રહ્યું છે અને એ પણ મનગમતા પીણા તેમને મનગમતા ભાવે મળતા હોય ત્યારે બીચ પર પીને છાકટા થતા આ શરાબીઓ કેવી પરિસ્થિતિ ઉભી કરશે એ તો સમય જ કહેશે! માંડવી જાણે કે બીજું દીવ અથવા તો દમણ બની રહ્યું છે. તમે બીજ પર પહોંચો અને ગાડી પાર્ક કરીને નીચે ઉતરો તરત જ દારૂના વેપારીઓ અને બુટલેગરોના મળે તેઓ આવીને તમને ઓફર કરશે કે મોજ મજા કરવી હોય તો મળી રહેશે. વોડકા વ્હિસ્કી રમ જિનથી માડીને ફ્રુટ ના નામે અથવા તો આયુર્વેદિક દવા ના નામે ઓળખાતી બીયરની બોટલ અને કેન પણ છૂટથી 400 થી 500 ના ભાવે વેચાઈ રહ્યા છે. કોઈ પ્રવાસી મોડી રાત સુધી બેસે ત્યારે તંત્ર ના લોકો ડંડા લઈને પહોંચી જાય છે પરંતુ હાલ જ્યારે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે ત્યારે તંત્ર ધૃતરાષ્ટ્ર બની રહ્યું છે. સ્થાનિક પોલીસને આ બાબતે ખબર ન હોય એ વાત અશક્ય છે તો બીજી બાજુ સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે સ્થાનિક તંત્ર અને પોલીસ તેમજ રાજકારણીઓના આશીર્વાદ વગર આવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચી શકાય તે શક્ય જ નથી. અને આ એકમાત્ર માંડવી ની વાત નથી પરંતુ ભુજ હોય કે ગાંધીધામ, કે અબડાસા કે પછી ઉત્સવમાં રંગાય છે તે સફેદ રણ બધે જ માંગો ત્યારે એને માંગો તે બ્રાન્ડ મળી રહેતી હોવાનું જાણકારો કહે છે.