-
Today 25-06-2025 09:32:pm
મુંબઈ પુના કે દિલ્હીમાં કેસ થાય ત્યારે બહુ હોબાળો મચે છે પરંતુ છેવાડાના કચ્છમાં એક સાથે ત્રણ ત્રણ વ્યક્તિઓના જીવ જોખમમાં મૂકીને રેસ ડ્રાઇવિંગ કરતા ડ્રાઇવર સુધી પહોંચવામાં હજુ સફળતા નથી મળી એ વાત જ દર્શાવે છે કે પોલીસ દ્વારા કરવામાં આવતી ટ્રાફિક ડ્રાઈવ થી માંડીને દરેક સેવાઓ ફ્લોપ સાબિત થઈ રહી છે. આજે ભુજના કોડકી રોડ ખાતેથી પોતાની બાઈક પર પોતાની રોજી રોટી રળવા જઈ રહેલા ત્રણ ત્રણ યુવાનો ને લઈને હોન્ડા સિટી એ અત્યંત ભયાનક અકસ્માત સર્જ્યો જેના કારણે બે યુવાનોએ ઘટના સ્થળ પર છે દમ તોડી દીધો જ્યારે ત્રીજા ને ગાંધીધામ તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સીસીટીવી માં કે થયેલી આ દુર્ઘટના જોઈએ છે આત્મા ધ્રુજી ઉઠે અત્યંત સામાન્ય પરિસ્થિતિના ત્રણ યુવાનો રમેશ ચારણ,આમદ સમાં અને ઝહિર સુમરા સેન્ટ્રીંગ નું કામ કરવા માટે બાઈક પર બેસીને જઈ રહ્યા હતા એ સમયે કોડકી રોડ તરફથી આવતી કસ મસ્તી એવી એક સફેદ કલરની હોન્ડા સિટી કારે તેમને લીધા અને ત્રણેય યુવાનો આસમાનમાં ઊડીને નીચે ફટકાયા જેના કારણે એ ત્રણેય લોકો ઘટના સ્થળ પરથી ફરી ઉભા જ ન થઈ શક્યા. નજરે જુનારા સાક્ષીઓના મતે હોન્ડા સિટી કારે ત્રણેયને હડફેટે લીધા પછી તેમને લાગ્યું છે અથવા તો અકસ્માત સર્જાયો છે તેની કોઈ પણ દરકાર કર્યા વગર ઘસમસથી આગળ ગાડી વધારી દીધી હતી અને પછી એ ગાડી મૂકીને ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આ બાબતે વધુ તપાસ કરી રહી છે . આ દરમિયાન બે યુવાનો રમેશ ચારણ અને આમદ સમાં મૃત્યુ પામે છે જ્યારે જહીર ને બંને પગમાં ફ્રેક્ચર સાથે ગાંધીધામ બધું સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મૃત્યુ પામનાર બંને યુવાનો ખૂબ જ જરૂરિયાતમંદ તબક્કાના હતા અને બંનેના પરિવારમાં બે નાના નાના બાળકો છે જે પિતાની છત્રછાયા ગુમાવીને નોંધારા બન્યા છે. ભુજના એરપોર્ટ રોડ, રીંગરોડ સહિતના વિસ્તારોમાં બેફામ ગાડી ચલાવતા યુવાનો અને નબીરાઓ પોતાની માલિકીનો રોડ હોય તેવું વર્તે છે તેમને પોલીસ નશ્યત કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે.
છાસવારે વાહન ચેક કરતા પોલીસ અને આરટીઓ દ્વારા કડક પગલાં લેવામાં આવે તે ખૂબ જરૂરી છે . કોઈના કંધોતર ગુમાવ્યા પછી જ તંત્ર જાગે એવી સિસ્ટમને તોડશું નહિ તો આમ જ હેરાન થવાનો વારો આવશે.