-
Today 25-06-2025 09:25:pm
કચ્છમાં ગુનાખોરીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે ત્યારે ગુનાખોરી ને દામવાને કાયદો તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કચ્છ જિલ્લા પોલીસમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. કર્મચારીઓ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સપેક્ટરની આંતરિક બદલી ના આદેશ કરવામાં આવ્યા છે . કચ્છ જિલ્લાના વિવિધ પોલીસ મથકના 17 પોલીસ ઇન્સપેક્ટર અને 24 પી.એસ.આઈની બદલી કરવામાં આવી છે.જેમાં મુન્દ્રા ના ફેમસ સિંઘમ અધિકારી ને ભુજ મૂકવામાં આવ્યા છે. મુન્દ્રા ના પ્રાગપર ખાતે ફરજ બજાવતા સિંઘમ અધિકારી એવા એચ એસ ત્રિવેદી ને બદલીને ભુજ ખાતે મૂકવામાં આવ્યા છે.
બિન હથિયારી પો.ઇન્સપેક્ટરની જાહેરહિતમાં વહિવટી કારણોસર બદલી કરવામાં આવી છે જેમાં માંડવી પો.રટે ખાતે ફરજ બજાવતા ડી.ડી.શીમ્પી ને પ્રાગપર પોલીસ સ્ટેશન અને ત્યાં ફરજ બજાવતા સિંઘમ અધિકારી એચ.એસ ત્રીવેદીને એ.ડીવી પો.સ્ટે ભુજ ખાતે મૂકવામાં આવ્યા છે.અહી ફરજ બજાવતા એ.જી. પરમાર,ડી.એન.વસાવા માનકુવા પો.સ્ટે પધ્ધર પો.સ્ટેશન,એસ.ઓ.જી.ભુજ, દયાપર કે.એરા.ચૌધરી,જે.કે. મોરીને જે.આઈ.સી.ભુજ,મુંદરા મરીન પો.સ્ટે,બી.ડીવી પો.સ્ટે ભુજ,વી.બી. પટેલને ખાવડા પો.સ્ટે, એસ.એમ. રાણાને માનકુવા પો.સ્ટે, ડી.એમ.ઝાલાને માધાપર પો.સ્ટે, એચ.એમ વાઘેલાને કોડાય પો.રટે., સી.વાય.બારોટને માંડવી પો.સ્ટે ,વી.એમ.ઝાલા નલીયા પો.સ્ટે, કે.એમ.ગઢવી એસ.ઓ.જી.ભુજ, જે.બી.કુણીયાને ક્રાઈમ અગેન્સ્ટ વુમન જે.ડી.દેસાઈને જે.આઈ.સી.ભુજ તેમજ પો.ઈન્સપેક્ટર બી.પી.ખરાડી જખો મરીન પો.સ્ટે નાઓને કોઠારા પો.૨સ્ટેનો વધારાનો હવાલો સોપવામાં આવે છે. પો.સ.ઈ. એન.બી.ચૌધરી, મહિલા પો.૨સ્ટે નાઓને પો.ઈન્સ AHTU,ભુજ વધારાનો હવાલો સોપવામાં આવે છે. પો.ઈન્સ ડી.એમ.ઝાલાનાઓને જે.આઈ.સી.ભુજ ના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવે છે. પો.ઈન્સ કે.એસ.ચૌધરી નાઓને ના.પો.અધિ. જે.આઈ.સી.ભુજનો વધારાનો હવાલો સોપવામાં આવે છે.