-
Today 08-04-2025 02:36:pm
માંડવી ભુજ હાઇવે પર કોડાઈ નજીક નર્મદા કેનાલ પાસે અકસ્માતે કાર્પલટી મારી જતા બે યુવાનો ના મૃત્યુ થયા હતા. અબડાસા તાલુકાના વતની એવા 20 વર્ષે સાવન નારણજી ગોસ્વામી અને માંડવીની રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા હિતરાજસિંહ સરદારસિંહ પાલ ઉંમર વર્ષ 22, મુન્દ્રાના કાંડાગ્રા તરફ જઈ રહ્યા હતા ત્યારે કોડાઈ પાસે નર્મદા કેનાલ નજીક તેમની કાર પલટી મારી ગઈ હતી. કારને એટલી હદે ખરાબ અકસ્માત નડ્યો હતો કે બંને યુવાનોને ગાડીમાંથી કાઢીને ગંભીર ઈજા સાથે 108 એમ્બ્યુલન્સ માં માંડવીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. દુર્ભાગ્ય ે બંને યુવાનોને સારવાર મળે તે પહેલા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ અકસ્માત અંગે કોડાય પોલીસ દ્વારા સમગ્ર વિગતો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.