-
Today 05-09-2026 06:04:am


ગઈકાલે મોડી રાત્રે અંજારના ભીમાસર પાસે ટ્રેન નીચે કચડાઈ જતાં માતા અને બે પુત્રો ના મૌત થતા સમગ્ર પંથક માં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.અમાં કરુણતા એ રહી કે પતિ પત્ની બાળકો ને લઈને રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો અને પતિ ની નજર સમક્ષ જ તેની પત્ની અને બે બાળકો માર્યા ગયા હતા.પોલીસ આ સમગ્ર દુર્ઘટના માં તપાસ આરંભી છે. પ્રાપ્ત વિગતો મુજબ બનાસકાંઠા ના રેહવસી એવા જગતભાઈ વાલ્મીકિ,તેમની પત્ની જનતા બેન,પુત્ર પ્રિન્સ અને મહેશ વતન ગયા હતા અને પાલનપુર વળી ગાડી માં પરત ફરતા તેમના સગા ને ત્યાં ભોમસર મળવા જવા રોકાવાનું નક્કી કર્યું હતું. ભીમાસર રેલવે સ્ટેશન પાસે પરિવાર રેલવે પાટા ઓળંગી રહ્યો હતો ત્યારે પૂરઝડપે પસાર થયેલી કચ્છ એક્સપ્રેસ નીચે નવ વર્ષના મહેશ,અઢી માસ ના પ્રિન્સ અને ૩૦ વર્ષના જનતા બેન ત્રણ જણ મૃત્યુ પામ્યા હતાં. મૂળ બનાસકાંઠાના દિયોદર તાલુકાના લવાણા ગામનો વતની છે અને અંજારમાં વેલસ્પન કંપનીમાં મજૂરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.