-
Today 03-03-2026 08:05:am

નાના બાળકો ખુલ્લા બોરવેલ માં પડી જવાના અકસ્માત ના બનાવો વારંવાર બને છે પરંતુ આજે વેહલી સવારે ઈન્દ્રાણી નામની એક ૧૮ વર્ષને યુવતી નાનકડા બોરવેલ માં પડી જતાં ચકચાર મચી જવા પામી છે .તેને બચાવવા ભુજ અને ભચાઉ ની ફાયર બ્રિગેડ ની ટીમ ઉપરાંત ગાંધીનગર થી એન ડી આર એફ ની ટીમ રેસ્કયું માટે કચ્છ પહોંચવા રવાના થઈ હોવાની વિગતો સાંપડી રહી છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ભુજ તાલુકાના કંઢેરાઈ ગામ ખાતે વળી વિસ્તારમાં રહીને મજુરી કામ કરતા પરિવારની યુવતી વહેલી સવારે નિત્યક્રમ કરવા છ વાગ્યા આસપાસ ઘરની બહાર નીકળી હતી અને અકસ્માતે વાડીમાં રહેલા ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી.આ બોરવેલ ૫૪૦ ફૂટ ઊંડો હોવાનું જાણવા મળ્યું છે. વેહલી સવારે બનેલા અકસ્માતના પગલે સૌપ્રથમ સ્થાનિક કક્ષાએ બચાવ કાર્ય શુરૂ કરવામાં આવ્યું હતું પરંતુ સફળતા ન મળતા અંતે ૮ ૪૫ કલાકે ભુજ ફાયર વિભાગ ની ટીમ ને જાણ કરવામાં આવી હતી.અને ત્યારબાદ ભચાઉની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. સ્થાનિકો એ જણાવ્યા પ્રમાણે વેહલિંસવારે અકસ્માતની ઘટના બાદ યુવતી નો અવાજ સંભળાતો હતો પરંતુ પછીથી અવાજ આવતો બંધ થઈ ગયો હતો. આ દરમિયાન ગાંધીનગર થી એન ડી આર એફ ની ટીમ ભુજ પહોંચવા રવાના થઈ ચૂકી છે.આ લખાય છે ત્યારે સમગ્ર જિલ્લા તંત્ર યુવતી ને બચાવવા ખડે પગે મેહનત કરી રહ્યું છે.
યુવતીના બચાવ માટે પાઇપ લાઈન મારફતે ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે યુવતીની સ્થિતિ જોવા માટે ફાયર ટીમ દ્વારા ખાસ પ્રકારના કેમેરાને બોરવેલમાં ઉતરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. પરિજનોના કહેવા મુજબ યુવતી બોરવેલમાં સરકી પડ્યા બાદ સવાર સુધી તેનો અવાજ આવતો હતો, પરંતુ તંત્રની ટીમ પહોંચ્યાં બાદ યુવતીનો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી.