-
Today 08-04-2025 02:28:pm
ગઈકાલે વહેલી સવારે બોરવેલમાં પડી ગઈ હતી યુવતી ને બહાર કાઢવા માટે સમગ્ર તંત્ર 30 કલાકથી કામે લાગ્યું છે અને હજુ સુધી તેમાં કોઈ સફળતા નથી મેળવી. જોકે ફાયર ફાઈટર ની ટીમ, એન ડી આર એફ ની ટીમ, બીએસએફ સહિતના તમામ લોકો તમામ સાધન સામગ્રી સાથે કામે લાગ્યા છે પરંતુ ગઈકાલે સવારે સાડા પાંચ કલાક આસપાસ 540 ફૂટ ઊડા વાડીના બોરવેલ માં ખાબકેલી યુવતીને બચાવવા માટે તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. બચાવ નો પ્રયાસ કરતી વખતે મોડી રાત્રે હુક તૂટી જતા રેસ્ક્યુ મિશનમાં વિલંબ સર્જાયો હતો. ગઈકાલથી યુવતીને જીવિત રાખવા માટે અંદર ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે પરંતુ 300 ફૂટ ઊંડે ફસાઈ ગયેલી યુવતી ને કાઢવામાં ખૂબ જ મુશ્કેલી નડી રહી હોવાનું ઓપરેશનમાં શામેલ લોકો એ જણાવ્યું. ઇન્દિરા નામની શ્રમિક પરિવારની યુવતી નો પરિવાર હજુ પણ આશાવાન: 300 ફૂટથી યુવતી બહાર કાઢવા માટે ઉપર ખેંચવા માટે બોરવેલમાં નાખવામાં આવેલો હુક તૂટી જતાં મોડી રાત્રે સમગ્ર કાર્યવાહીમાં વિક્ષેપ સર્જાયો હતો.આજે વેહલી સવારથી ફરી એક વખત બચાવ કામગીરી શુરૂ કરવામાં આવી છે.