-
Today 08-04-2025 02:13:pm
કચ્છની રાજધાની ગણાતા ભુજ અને દેશની રાજધાની એવા દિલ્હી વચ્ચે ટૂંક સમયમાં હવાઈ સેવા શરૂ થવામાં છે. કચ્છ મોરબી ના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરેલી મહેનતના પગલે આ સેવા શરૂ થઈ રહી છે જેના કારણે કચ્છ આવતા પ્રવાસીઓ ને તો લાભ થશે જ સાથોસાથ કચ્છથી બહાર જવા માંગતા વેપારી વર્ગ અને એન આર આઈ ને પણ આના કારણે ફાયદો થશે. ભુજને મુંબઈથી જોડતી હવાઈ સેવા પછી અમદાવાદ સાથે જોડતી હવાઈ સેવા મળી છે પરંતુ દિલ્હી સાથે કનેક્શન માટે લાંબા સમયથી વિવિધ વેપારી સંસ્થાઓ અન્ય સંસ્થાઓ અને કચ્છના સાંસદ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી જેનો સકારાત્મક પ્રતિસાદ સંપડયો છે. આંગી માહિતી આપતા સાંસદ એવા વિનોદભાઈ ચાવડાએ કહ્યું હતું કે દિલ્હી અને ભુજ વચ્ચે વિમાની સેવા શરૂ થતા પછ આવતા પ્રવાસીઓ એનઆરઆઈ ઉપરાંત તમામ વર્ગને લાભ થશે. આ હવાઈ સેવા આગામી મહિના એ શરૂ કરવામાં આવશે એવું પણ તેમણે જણાવ્યું હતું. ફ્રેબુઆરી થી વિમાની સેવા શરૂ થશે* જેના સમય હાલ આ પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે.ભુજ-દિલ્હી વિમાની સેવા દિલ્હી થી બપોરે ૩:૦૦ વાગ્યે ઉપડી ૪:૩૦ વાગ્યે ભુજ પહોંચશે અને ભુજ થી ૫:૩૦ વાગ્યે ઉપડી ૭:૦૦ વાગ્યે સાંજે દિલ્હી પહોચશે.