-
Today 08-04-2025 02:28:pm
કચ્છનાં એક દર્દીમાં એચ એમ પી વાયરસ એ દેખા દીધી છે.જો કે સંક્રમિત વ્યક્તિ ની હાલત સ્થિર છે અને તેમને અમદાવાદ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આદિપુર નજીક આવેલા માથક રોડ પર રહેતા ૬૦ વર્ષના વૃદ્ધ ને છેલ્લા થોડા દિવસ થી શરદી,તાવ ઉધરસ થતા તેમને અમદાવાદ ની ઝાયડસ હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તપાસ દરમિયાન તેઓને હ્યુમન મેટાન્યુમો વાયરસ નો ચેપ લાગ્યું હોવાનું જાણવા મળ્યું હતું કચ્છ ના જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભંડેરી એ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અત્રે ઉલ્લેખનીય છે તે તબીબો નાંજનાયા પ્રમાણે દરેક વ્યક્તિ માં આ વાયરસ મૌજુદ હોય છે પરંતુ નાના બાળકો, વૃદ્ધ અને ઓછી ઇમયુનિટી ધરાવતા લોકો ને તેનો ચેપ વધુ અસર કરે છે અને તેમને શ્વાસ લેવામાં મુશ્કિલ સહિતના ગંભીર પરિણામ ભોગવવા પડે છે. ગુજરાતમાં અત્યાર સુધી ચાર કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે દેશમાં એવા દર્દીઓની સંખ્યા ૧૫ સુધી પહોંચી છે. આદિપુર ના વ્યક્તિ ની હાલત હાલ સ્થિર છે અને તેમને સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે