-
Today 08-04-2025 02:15:pm
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૫નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ૯ આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહિત વિવિધ દેશમાંથી આવેલા પતંગબાજોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર અપાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનથી આજે કચ્છના સફેદ રણને જોવા દેશ- વિદેશથી લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે. જેમાં દર વર્ષે યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આકર્ષણના કેન્દ્ર સાથે ગુજરાતની સંસ્કૃતિનો પ્રતીક બન્યો છે. રાજ્ય સરકારના પ્રયાસથી આજે સફેદ રણ દુનિયાભરમાં જાણીતું બન્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતના દરેક ઉત્સવ પાછળ એક વિજ્ઞાન છૂપાયેલું છે. ઉત્તરાયણ પર્વના મહત્વને ધારાસભ્યએ સમજાવીને કચ્છના સફેદ રણમાં પધારેલા વિવિધ દેશોના પતંગબાજોને આવકાર આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ વિવિધ દેશ સહિત ભારતીય પતંગબાજોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ઉતરાયણ એ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર તહેવાર છે. ધોરડો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન બેલારુસ, ભૂતાન, ઈન્ડોનેશિયા, ડેન્માર્ક, હંગેરી, માલ્ટા, સ્લોવેનિયા, તુર્કી, ટ્યૂનિશિયા દેશના આંતરરાષ્ટ્રીય પતંગબાજ તેમજ મહારાષ્ટ્ર, સિક્કીમ, વેસ્ટ બંગાળ રાજ્યોના પતંગબાજ અને કચ્છ જિલ્લાના પતંગબાજોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી. કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી નૃત્યની પ્રસ્તુતિને વિદેશી કાઈટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી હતી. આ પ્રસંગે ધોરડો સરપંચ મિયાં હુસેન, સોમનાથ ડિસ્ટ્રિક્ટ જજ, ભુજ પ્રાંત અધિકારી ડૉ. અનિલ જાદવ, જિલ્લા પુરવઠા અધિકારી અર્શી હાશ્મી, ભુજ ગ્રામ્ય મામલતદાર અરૂણ શર્મા, બીએસએફના અધિકારી સાજન સીટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૫નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ૯ આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઈટિસ્ટોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર અપાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના વિકાસના વિઝનથી આજે કચ્છના સફેદ રણને જોવા દેશ- વિદેશથી લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે. જેમાં દર વર્ષે યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આકર્ષણના કેન્દ્ર સાથે ગુજરાતની સંસ્કૃતિનો પ્રતીક બન્યો છે. રાજ્ય સરકારના પ્રયાસથી આજે સફેદ રણ દુનિયાભરમાં જાણીતું બન્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતના દરેક ઉત્સવ પાછળ એક વિજ્ઞાન છૂપાયેલું છે. ઉત્તરાયણ પર્વના મહત્વને ધારાસભ્યએ સમજાવીને કચ્છના સફેદ રણમાં પધારેલા વિવિધ દેશોના કાઈટિસ્ટોને આવકાર આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે વિવિધ દેશ સહિત ભારતીય પતંગબાજોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ઉતરાયણ એ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર તહેવાર છે. ધોરડો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન બેલારુસ, ભૂતાન, ઈન્ડોનેશિયા, ડેન્માર્ક, હંગેરી, માલ્ટા, સ્લોવેનિયા, તુર્કી, ટ્યૂનિશિયા દેશના આંતરરાષ્ટ્રીય પતંગબાજ તેમજ મહારાષ્ટ્ર, સિક્કીમ, પશ્ચિમ બંગાળ રાજ્યોના પતંગબાજ અને કચ્છ જિલ્લાના પતંગબાજો એ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી. કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી ડાન્સની પ્રસ્તુતિને વિદેશી મહેમાનો સહિત મહાનુભાવોએ બિરદાવી હતી. આ પ્રસંગે ધોરડો સરપંચ મિયાં હુસેન,ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ વરસાણી, સોમનાથ ડિસ્ટ્રિક્ટ જજ, ભુજ પ્રાંત અધિકારી ડૉ. અનિલ જાદવ, જિલ્લા પુરવઠા અધિકારી અર્શી હાશ્મી, ભુજ ગ્રામ્ય મામલતદાર અરૂણ શર્મા, બીએસએફના અધિકારી સાજન વગેરે હજાર રહ્યા હતા.