-
Today 08-04-2025 02:25:pm
હિન્દુ યુવાને મુસ્લિમ નામ સાથે મહાકુંભમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપી: અંતે ગાંધીધામથી પકડાયો મૂળ મઘ્ય પ્રદેશનો અને હાલ પડાણા માં શાકભાજીનો વેપાર કરતો અરુણ જોશી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હત્થે ચડ્યો: મહાકુંભ,અમદાવાદ રેલવે સ્ટેશન અને એરપોર્ટ ને ઉડાડી દેવાની ધમકી સાથે ઇસ્લામિક લખાણ અને પાકિસ્તાન ઝિંદાબાદ લખ્યું હતું જેથી સમાજ માં કોમી જેર ફેલાવી શકાય: અરુણ જોશી એ શા માટે અને કોના કેહવાથી આ પગલે ભર્યું એ અંગે પોલીસ તપાસ ચાલુ
પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલ મહાકુંભ મેળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. આ શખ્સ દ્વારા ૧૨ ફેબ્રુઆરીના રોજ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી જે બાદમાં તપાસને અંતે મૂળ મધ્યપ્રદેશ હાલે ગાંધીધામના પડાણામાં શાકભાજીની લારી અને કરિયાણાની દુકાન ચલાવતાં અસ્ત્રણ દિનેશચંદ્ર જોષીની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ઇસમે અલ્લાહુ અકબર, પાકિસ્તાન જિંદાબાદ લખી ૧૨-૨-૨૦૨૫ના રોજ મહાકુંભ, અમદાવાદ રેલ્વે સ્ટેશન અને અમદાવાદ એરપોર્ટમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો મેસેજ લખી મોકલ્યો હતો.