-
Today 08-04-2025 01:44:pm
માનકૂવા પાસે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં બે લોકો જાન ગુમાવ્યા હતા જ્યારે ૯ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની વિગતો જોતા સામત્રા પાસેથી આજે બપોરે મુસાફરો ભરીને નીકળેલો છકડો માંનકુવા પાસે પહોંચ્યો ત્યારે રોંગ સાઈડ માંથી આવતા ટેમ્પો એ ટક્કર મારતા છકડામાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માત થતાં સ્થાનિક અને આસપાસના લોકો દૌડી આવ્યા તેને બચાવ તેમજ રાહત કામગીરી શરૂ કરી હતી અને એક પછી એક યાત્રીઓને છકડામાંથી બહાર કાઢ્યા હતા. ટેમ્પાની ટક્કરના કારણે છકડાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને લોકોને તેમાંથી કાઢવા માટે પણ ખૂબ જ તકલીફ પડી હતી. આ દરમિયાન ઘાયલ મુસાફરો પૈકી નાંગિયારીના 48 વર્ષના અબ્દુલ રહેમાન બાફણ, નખત્રાણા ના 27 વર્ષના યુવાન વિશાલ વાણંદ નું ગંભીર ઈજાના કારણે મૃત્યુ થયું હતું છકડો અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો એ એમાં વધુ એક વાહન પણ અંટાઈ ગયું હતું અને તેના કારણે પણ અન્ય લોકો ઘાયલ થયા હતા જેમાં સીમા રવિ ગોરસિયા, હવાબાઈ રહીમ ગજણ,આમિર શકીલ ગજણ, રાયસાઈ મામદ પઢિયાર,અદ્રિયા જુનસ,લાલજી ભગુ જોગી અને જસુ વરસાણી તરીકે ઓળખ થઈ છે આ તમામને સ્થાનિક સ્તરે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે દોડી જઈને અકસ્માત અંગે ફરિયાદ નોંધી હતી .