-
Today 08-04-2025 02:36:pm
ભુજ મધ્યે આવેલ અર્બન હેલ્થ સેન્ટર અને ફિમેલ હેલ્થ વર્કરમાં ગેરરીતીઓ આચરવામાં આવતી હોવાના સણસણતા આક્ષેપ સાથે કોંગ્રેસ એ જિલ્લા વિકાસ અધિકારી ને પણ અડફેટે લીધા છે અને તેઓ જો તાત્કાલિક ગેરરીતિ રોકવા પગલાં ના લે તો આક્રિ લડત ના મંડાણ નું એલાન કર્યું છે. કોંગ્રેસ ના નેતા રફિકભાઈ મારા એ જણાવ્યા પ્રને ભુજ અર્બન-૨, માં ફિમેલ હેલ્થ વર્કર સર્ગભાને મળતા રૂપીયાની યોજનામાં કેટલાય ખોટા નામ ચાડવીને રૂપીયાની ઉપજ કરે છે જયારે અન્ય એક ફિમેલ હેલ્થ વર્કર ધ્વારા પોતાના નામે ખોટી પ્રેગ્નન્સી બતાવીને સરકાર ધ્વારા મળતા રૂા. ૧૨,૦૦૦/-ની યોજનાના રૂપીયા પણ બે વખત ઉચાપત કરેલ છે તેમજ આશાવર્કરો ધ્વારા પી.એમ.વાય.અને નમોશ્રીની યોજના માં ખોટા ફોર્મ ભરેલ છે જયારે એ ખોટા નામો વિસ્તારના નહી પણ કચ્છ બહારના લોકોના નામ બતાવી રૂપીયાની ઉચાપત કરેલ હોય તેવુ સ્પષ્ટ દેખાય છે તેના માંથી અમુક પુરાવાઓ પણ પોતાની પાસે હોવાનો કલેકટર સમક્ષ રજૂઆત વખતે કોંગ્રેસ ના નેતાઓ એ જણાવ્યું હતું. આ ઉપરાંત ઘણી સરકારી દવાઓ જેમ કે રોટા વાઈરસ, પેટા-૧, ૨, ૩, ઓરી, બુસ્ટર અને બીસીજી તેમજ અન્ય દવાઓ પણ પ્રાઈવેટ મેડીકલ સ્ટોરમાં વેચાણ થાય છે રોટા વાઈરસ રૂા. ૬૦૦૦/-માં મેડીકલ સ્ટોરમાં વેચાણ થાય છે. જયારે અર્બન હેલ્થ સેન્ટરમાં દવાઓ મળતી નથી અને તે દવાઓ બહાર મેડીકલ સ્ટોરમાં વેચાણ કરવામાં આવે છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી કચ્છને પુરાવા સહિત આરોગ્યના ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત છતાં પગલાં લેવામાં મા કોઈ જ રસ નહીં હોવાનું જણાવીને તેમને કહ્યું કે ,કોંગ્રેસપક્ષના આગેવાનોની વાત પણ તેમણે ધ્યાનથી સાંભળી નહીં તેથી આગામી દિવસોમાં ઉગ્ર લડત સિવાય અમારી પાસે અન્ય કોઈ રસ્તો બચ્યો ન હોવાનું કોંગી નેતાઓ એ જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફિકભાઈ મારા નાં નેતૃત્વતળે રામદેવસિંહ જાડેજા, ધીરજ ગરવા ગનીભાઈ કુંભાર, હાસમ સમા, સહેજાદ સમા વિગેરેની આગેવાની તળે જિલ્લા વિકાસ અધિકારી ને લોકોના આરોગ્ય સાથે થતા ચેડાં અને તેમાં આચરવામાં આવતી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર બાબતે આધારભૂત પુરાવાઓ રજૂ કરાયા હતા ઉપરાંત સરકારી દવાઓ જેવી કે રોટા વાઇરસ ઓરી બુસ્ટર તથા બીસીજી તેમજ અન્ય દવાઓ પણ પ્રાઇવેટ મેડિકલ સ્ટોરમાં વેચાણ થાય છે રોટા વાયરસ રૂપિયા 6,000 માં મેડિકલ સ્ટોરમાં આ હેલ્થ સેન્ટર વાળાઓ વેચી રહ્યા છે જ્યારે અર્બન હેલ્થ સેન્ટરમાં દવાઓ મળતી નથી ઉપરાંત આશા વર્કરો દ્વારા ખોટા વાઉચરો બનાવી મોટી રકમ ની ઉચાપત ખોટી હાજરીઓ પૂરીને કરવામાં આવતા હોવ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ એક ભુજના કેમ્પસ સ્થિત અર્બન હેલ્થ સેન્ટરમાં ઉચાપત છે કચ્છ જિલ્લામાં કેટલો ભ્રષ્ટાચાર થઈ રહેલ હશે આ બાબતે કચ્છને પ્રતિનિધિ મંડળ સ્વરૂપે રજૂઆત છતાં ડીડીઓએ આવી ગંભીર બાબતને જરા પણ ગણકારી નહોતી અને રજૂ કરેલ પુરાવાઓ સમજવા પણ તસ્દી લીધી નહોતી અને તેમની વર્તણુક પરથી તેઓ જાણે ભ્રષ્ટાચારને છાવરી રહેલ હોય તેવું જણાતા કોંગ્રેસના આગેવાનોએ આક્રોશ સાથે ટૂંક સમયમાં આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી સામે ઉગ્ર લડત કાર્યક્રમ આપવા પડશે તેવી ચીમકી આપી હતી એવું જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભાર દ્વારા જણાવાયું છે