-
Today 25-06-2025 08:45:pm
કચ્છ ભૂસ્તર વિભાગ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભુજ દ્વારા આજરોજ બાતમી ના આધારે જુદા જુદા બે સ્થળો પર ત્રાટકીને ખનીજ ચોરી પકડી પાડવામાં આવી હતી અને સાથે સાથે કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો . ખાણ ખનીજ વિભાગ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને મળેલી બાતમી ના આધારે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ, જે તપાસમાં મોજ. ડગાડાના સરકારી પડતર પૈકીની જમીન વિસ્તારમાં સાદીમાટી ખનિજનું કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર બિનઅધિકૃત ખનન કરતા બે (૨) એક્સકેવેટર મશીન, બે (૨) ડમ્પર તથા એક (૧) JCB કંપનીનું લોડર એમ કુલ પાંચ (૫) વાહન જપ્ત કરવામાં આવેલ જેની અંદાજિત મુદ્દામાલ કિંમત ૧.૪૦ કરોડ છે તથા ખનન કરેલ વિસ્તારની માપણી ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા કરવામાં આવેલ છે જેની ભૂસ્તરશાસ્ત્રી ની કચેરી આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરશે. આ ઉપરાંત ભૂસ્તરશાસ્ત્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું ભુજ કચ્છ(પશ્ચિમ) તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ - ભુજની કચેરીની તપાસટીમ દ્વારા મોજે. વાંઢ તા. માંડવી ખાતેથી બેન્ટોનાઇટ ખનિજનું બિનઅધિકૃત ખનન તથા વહન કરવા સબબ ત્રણ ડમ્પર તથા બે એક્સકેવેટર મશીન તેમજ એક જેસીબી બેકહોઇ(લોડર) વાહનને સિઝ કરી ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મુકવામાં આવેલ છે. સદર સવાલવાળા વિસ્તારની માપણી કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું સૂત્રો એ જણાવ્યું હતું.