-
Today 08-04-2025 02:08:pm
ભુજ ના 25 વર્ષે યુવાને ઇન્સ્ટાગ્રામ પર આવેલી રિક્વેસ્ટ સાથે નિર્દોષ મૈત્રી માંડી અને આ મૈત્રી તેના ગળાનો ફંદો બની ગઈ છે જે તેને નથી તો જીવવા દેતી કે નથી મરવા દેતી. Instagram ની મૈત્રી મહેબૂબ ખાટકી નામના 25 વર્ષના કુવારા યુવાનને 22 લાખ રૂપિયામાં પડી અને માત્ર એટલું જ નહીં તેને હજુ પણ માનસિક ત્રાસ ભોગવો પડી રહ્યો છે એટલે સુધી કે તે આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયો છે. પોતાની બચત મરણ મૂડી ,માના દાગીના, પિતાએ લીધેલો જમીનનો પ્લોટ, મિત્રો સગા સંબંધીઓ પાસેથી ઉછીના લઈને આયો કે 22 લાખ રૂપિયા તેને હની ટ્રેપમાં ફસાવનાર ચંડાળચોકડી ને આપ્યા આમ છતાં તેનો છૂટકો ન થતા અંતે તેણે ભુજ પોલીસનું શરણું લીધું અને ત્યારબાદ આખી કથા પરથી પડદો ઉચકાયો તો કોંગ્રેસના કહેવાતા સેવકો બ્લેકમેલ અને હની ટ્રેપ નું કારસો રચનારા નીકળ્યા. મહેબૂબ ખાટકીયે મુસ્કાન નામની એક યુવતી સાથે ઇન્સ્ટા પર મૈત્રી કરી અને મુસ્કાને તેને હિલ ગાર્ડન મળવા બોલાવ્યો ત્યારથી શરૂ કરેલી આ કહાની માં ભુજના કોંગ્રેસ સેવક અબ્દુલ હમીદ સમા સાથે મુદ્રાના કોંગ્રેસી હરીસિંહ જાડેજા તેમજ સરફરાજ ખાટકી ની આરોપી તરીકે હાલ ધરપકડ કરી છે અને મુસ્કાન નામની મહિલા તેમજ તેનો પતિ બનીને મળેલા મહમદ નોડે સહિતના આરોપીઓને પકડી પાડવા પોલીસ એ ચક્રો ગતિમાન કર્યા છે. આ દરમિયાન મુસ્કાને માંડવીના એક શખ્સ ને પણ શિકાર બનાવીને 15 લાખ રૂપિયા પડાવ્યા હોવાની વાત જાણવા મળી છે આ અંગે ટૂંક સમયમાં માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે ત્યારે હની ટ્રેપના કેસમાં તાર ક્યાં સુધી લંબાય છે તે પણ જાણવું રસપ્રદ બની રહેશે. સરફરાજ ખાટકી મેહબૂબ ની સાથે જ રહેતો હતો જ્યારે અબ્દુલ હમીદ સમા એ તેને પોલીસથી બચાવવા માટે આવ્યો હોવાનો દાવો કરીને ફસાવ્યો હતો બીજી બાજુ હરેશસિંહ જાડેજાએ પોલીસ બનીને ભોગ બનના દિવાનને ફોન કર્યો હોવાનું તપાસમાં સ્પષ્ટ બન્યું છે. 17 નંબરના રોજ બાબુ કી જાન નામના instagram એકાઉન્ટ પરથી મહેબૂબ સબીર ખાટકી ને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી આ એકાઉન્ટ મુસ્કાન નામની યુવતી નું હતું જેણે બીજા દિવસે whatsapp નંબર આપીને વાતચીતનો દોર શરૂ કરેલો અને એક અઠવાડિયામાં તો મુસ્કાને મહેબૂબ ને મળવા બોલાવી લીધેલો. હિલ ગાર્ડનમાં મહેબુબ અને મુસ્કાન મળ્યા ત્યાર બાદ થી આ ચક્કર શરૂ થયેલું અને દોઢ દિવસમાં તો આ લોકોએ સાથે મળીને મહેબૂબ ખાટકીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડવામાં સફળ થયેલા. માત્ર પૈસા પડાવીને સંતોષ ન માનનારી આ ટોળકી એ મહેબૂબ ને એટલી હદે ત્રાસ આપેલો કે તે પોતાના જીવનનો અંત લાવવા તૈયાર થઈ ગયેલો પરંતુ અંતે અનેક મિત્ર ની મદદ અને સધિયારા ના પગલે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ફરિયાદ નોંધાવી. જેના પગલે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર ઘટના અંગે વાત કરતા મહેબૂબ ના ભાઈએ કહ્યું હતું કે મારો ભાઈ હજુ પણ માનસિક રીતે ત્રસ્ત છે અને તેને જે રીતે આજુબાજુ માંથી ઓળખીતા સગા સંબંધીઓ પાસેથી અને પોતાની તમામ મિલકત વહેંચીને 22 લાખ રૂપિયા જેવી માતબર રકમ આ બ્લેકમેલર ટોળકીને ચૂકવી આપી એક યુવતી સાથે ની દોસ્તી એને આટલી ભારે પડશે તે તેણે નોતું વિચાર્યું.બ્લેકમેલિંગ નો ભોગ બનેલો મહેબૂબ સાવ નિરાશ થઈ ગયો છે અને પોલીસ કેસ પછી પણ તેને આપેલી રકમ પરત મળશે કે કેમ તે બાબતે શંકા હોવાથી સતત ભય અને ડરમાં જીવન વીતાવી રહ્યો છે , અમે તેની સંભાળ રાખી રહ્યા છીએ પરંતુ તે વારંવાર આત્મહત્યા ની વાત કરતો હોવાથી અમે ઈચ્છીએ છીએ કે હની ટ્રેપ કરીને લોકોને ફસાવતી અને નિર્દોષોના જીવન બરબાદ કરતી આ ટોળકીને પોલીસ તેમજ કાયદા કાનૂન ની રીતે સખત સજા આપવામાં આવે જેથી આ લોકો નિર્દોષ લોકોને હેરાન કરતા ટળે