-
Today 08-04-2025 02:31:pm
તાજેતરમાં પુર્વ કચ્છ જીલ્લા ના ધમળકા વાઢ ખાતે હીંગોરજા (માલધારી) પરીવાર ના પાચ (૫) નાના બાળકો નુ ડુબી જવાથી કરુણ અવસાન થયેલ જે બનાવે સમગ્ર કચ્છ ના મુસ્લિમ સમાજ સાથે અન્ય સમાજ મા પણ અરેરાટી ફેલાઈ ગયેલ આ બાબત ની જાણ પ્રખર રામાયાણી મોરારી બાપુને થતા તેમણે આ બનાવ અંગે અતી દુઃખ વ્યક્ત કરેલ અને હમેશા મુસ્લિમ સમાજ પ્રત્યે જેમનુ વલણ લાગણીસભર રહેલ છે તેવી મોરારી બાપુ એ ગાંધીધામ ખાતે તેમના અનુયાયી સીતારામ પરીવાર ના મોભી રામકૃષ્ણ સ્ટરલીંગ હોસ્પીટલ ના ચેરમેન મોહન ધારશી ઠક્કર ને ટેલીફોન થી બનાવ ની વીગત લઈ દરેક પરીવાર ને પોતાના તરફ થી પંદર (૧૫) હજાર રુપીયા ની રોકડ સહાય મોકલાવેલ જે પંચોતેર (૭૫) હજાર રુપીયા આજરોજ મોહન ધારશી ઠક્કર કચ્છ મુસ્લિમ સમાજ ના અગ્રણી કોમી એકતાના હીમાયતી હાજી જુમા રાયમા ના હસ્તે રુબરુ ધમળકા હીંગોરજા વાઢ ખાતે પરીવાર જનો ને રુબરુ મોરારી બાપુ ની સાત્વના પાઠવી દરેક પરીવાર ને પંદર હજાર રુપીયા નુ કવર આપવામા આવેલ આ પ્રસંગે કચ્છ મુસ્લિમ સમાજ ના આગેવાન હાજી જુમા રાયમા એ આદરણીય મોરારી બાપુ નો મુસ્લિમ સમાજ વતી આભાર વ્યક્ત કરેલ તથા વઘુ મા કહેલ કે મોરારી બાપુ હમેશા રામસેતુ ની જેમ સેતુ બની સમાજ ને જોડવાનુ કામ કરે છે તલગાજરડા ગામ ની મસ્જીદ નુ માઈક ખરાબ હોય અજાન બંધ થઈ જતા તાત્કાલિક સ્વ ખર્ચે માઈક લગાવડાવી દઈ અઝાન ચાલુ કરાવેલ મસ્જીદ ના મુતવલી (રખેવાળ) ને બાપુ પોતાના ખર્ચે હજ પઢાવવા મોકલાવેલ દર વર્ષે તલગાજરડા મા ઈમામ હુશેન ડે ઉજવી મુસ્લિમ સમાજ ના સુફી સંત લોકો ને બોલાવી હુશેન એવોર્ડ્ આપે કથા મા પણ પ્રસંગોપાત હઝરત નીઝામુદીન ઓલીયા તથા અમીર ખુસરો ની વાત કરવી કચ્છ ના હાજીપીર ખાતે માનસ મોહબ્બત કથા કરી એકતા ભાઈચારા નો સંદેશ આપેલ આ વાત ની નોધ ભારત ના મુસ્લિમ સમાજે નહી પણ વિશ્વ ના મુસ્લિમ સમાજે લીધી અને ત્યારે ઈરાક જેવા મુસ્લિમ રાષ્ટ્ર ના એલચી એ તેમને ઈરાક ની એ પવિત્ર ધરતી કરબલા જ્યાં ન્યાય અને સત્ય ની લડાઈ મા ઈમામ હુશેન પોતાના પરીવાર સાથે ૭૨ સાથીઓ સાથે બલીદાન આપેલ તે ધરતી પર કથા કરવા આમંત્રણ આપે તે સમગ્ર ભારત ના મુસ્લિમ સમાજ માટે ગર્વની વાત છે તેવુ હાજી જુમા રાયમા એ જણાવેલ આ પ્રસંગે મોહન ભાઈ ધારસી એ મોરારી બાપુ વતી શોકગ્રસ્ત પરીવાર ને બાપુ નો સાત્વના સંદેશ આપેલ અને મઝહબ નહી રખતા આપસ મે બૈર રખના ની વાત કરેલ હીંગોરજા વાઢ ના આગેવાનો તથા હાજી જુમા રાયમા એ બાપુ ની લાગણી પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરેલ આ પ્રસંગે દુધઈ પોલીસ ની પી. પી. જાડેજા, હુશેન આગરીયા, ગંગારામ અનમ, જાવેદ રાયમા સહીત આગેવાનો હાજર રહેલ હતા