-
Today 25-06-2025 09:33:pm
માંડવીમાં હનીટ્રેપનો ભોગ બનનારા સિધિક ઉંમર આગરીયા એ પોલીસને તમામ વિગતો આપીને અરજી કરી છે કે તેને ન્યાય આપવામાં આવે. માંડવી ખાતે આંગરીયા કલેક્શન નામની ડ્રેસ મટીરીયલ ની દુકાન ચલાવી પોતાનું ગુજરાત ચલાવતા સિદ્દીકભાઈ સોળ વર્ષના દીકરા ના પિતા છે તે પોતાની માતા પત્ની અને ભાઈઓ સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. ભુજમાં મહેબૂબ ખાટકી ના હનીટ્રેપ નો કેસ થતા અને મુસ્કાન સામે ભુજ શહેર એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ થતાં આ અંગે અખબારો અને સોશિયલ મીડિયામાં સમાચાર છપાયા હતા તે વાંચીને ચોકી ઉઠ્યા હતા કારણ કે તેઓ પણ આ યુવતી ના ષડયંત્રનો ભોગ બનીને લાખો રૂપિયા ગુમાવી ચૂક્યા હતા. ભુજવાળા કેસમાં પોલીસે જાહેર કર્યું હતું કે અન્ય કોઈપણ વ્યક્તિને પણ આ ટોળકી એ જો અન ટ્રેપમાં ફસાવ્યા હોય અથવા કોઈ અન્ય ગુનાહિત કૃતિમાં તેમની સંડોવણી હોય તો પોલીસને જાણ કરવી, આથી માંડવી માં ભોગ બનનાર પોલીસ સમક્ષ પોતાની સાથે થયેલા કૃત્ય અંગે વિગતો આપી હતી.
સિદ્ધિક ભાઈએ જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૨૧માં તાજીયાના તહેવાર વખતે શહેનાઝ ઉર્ફે રેશ્માબેન ઉર્ફે મુસ્કાન ડો/ઓ મોહમદ ઇશાક ઇસ્માઇલ પઠાણ વા/ઓફ મોહમદ ઇશાક નોડે રહે. કીડાણા તા.ગાંધીધામ વાળી મને માંડવી ખાતે મળેલ હતી અને હું અમારા સમાજનો આગેવાન હોવ જેથી અમારા મુસ્લીમ સમાજના તહેવાર વખતે અમારી અવાર નવાર મુલાકાત થતી હતી જેથી અમારી ઓળખાણ થયેલ હતી અને અમીએ એવી રીતે એકબીજાને મોબાઇલ નંબરની આપે લે કરેલ હતી અને આ શહેનાઝ ઉર્ફે રેશ્માબેન ઉર્ફે મુસ્કાનને કોઇ કામ હોય તો મને ફોન કરતી હતી. અને એવી રીતે અમારી વાતચીત થાતી હતી. તે દરમીયાન શહેનાઝ ઉર્ફે રેશમાબેન 18 મુસ્કાન વાળીએ મારા ઉપર માંડવી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ખોટી ફરીયાદ ગુ.ર.નં.૧૬૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૬(૨)(એન), ૨૮૪(બી), ૫૦૬(૨) મુજબની ફરીયાદ તા.૨૦/૦૩/૨૦૨૨ ના દાખલ કરાવેલ હતી અને હું આગોતરા જામીન મેળવી માંડવી પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ હતો. પોલીસે ચાર્જશીટ કર્યા બાદ, સેશન્સ કોર્ટમાં જુબાની વખતે મને શહેનાઝ ઉર્ફે રેશ્માબેન ઉર્ફે મુસ્કાન મળેલ હતી અને મને જણાવેલ કે, તારા વિરુધ્ધમાં હું કોટેમાં નીવેદન ન લખાવું તેના સમાધાન પેટે તારે મને રૂપીયા આપવા પડશે જેથી મે ના પાડેલ હતી પરંતુ તે મને ફોન કરી અવાર નવાર ધમકી આપતી કે, તારા વિરૂધ્ધમાં બીજી ખોટી બળાત્કારની ફરીયાદ લખાવી દઇશ તેવી અવાર નવાર ધમકી આપતી જેથી હું તેના દબાણવશ થઇ રૂપીયા ૨,૮૦,૦૦૦/- રોકડા રૂપીયા સેશન્સ કોર્ટ ભુજના કેમ્પસમાં આપેલ હતા.જે કેસમાં નામદાર સેસન્સ કોર્ટે તા.૧૮/૧૧/૨૦૨૪ હુકમ કરેલ અને મને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો.
તેમણે પોલીસને કરેલી અરજીમાં વધુ જણાવ્યું હતું કે,આ શહેનાઝ ઉર્ફે રેશ્માબેન ઉર્ફે મુસ્કાનએ મારા ઉપર માંડવી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની બીજી ખોટી ફરીયાદ ગુ.ર.નં.૦૩૯૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૬, ૨૯૪(બી), ૫૦૬(૨) મુજબની તા.૧૬/૦૭/૨૦૨૨ ના દાખલ કરાવેલ હતી અને તે કેસમાં પોલીસે મને અટક કરી કોર્ટમાં રજૂ કરેલ અને કોર્ટે મને પાલારા જેલમાં મોકલવાનો હુકમ કરેલ હતો. અને હું પાલારા જેલમાં હતો તે દરમીયાન આ શહેનાઝ ઉર્ફે રેશ્માબેન ઉર્ફે મુસ્કાન મને પાલારા જેલમાં મળવા માટે આવેલ હતી અને મને ધમકી આપેલ કે,તારા જામીન નહિ થવા દઉં તને આખી જીંદગી જેલમાં સડવું પડશે અને તારે જેલમાંથી જામીન ઉપર છુટવું હોય તો તારે મને ૭,૦૦,૦૦૦/- રૂપિયા આપવા પડશે જો તુ મને સાત લાખ રૂપીયા આપીશ તો હું કોર્ટમાં સમાધાન લખાણ લખી આપીશ તેવી બળજબરી પૂર્વક રૂપીયા કઢાવવા માટે ધમકી આપેલ હતી જેથી હું તેના દબાણવસ થઈ રૂપીયા આપવાની હા પાડેલ હતી અને આ શહેનાઝ ઉર્ફે રેશમ્પાબેન ઉર્ફે મુસ્કાનએ તા.૧૪/૦૯/૨૦૨૨ના રોજ કોર્ટના સમાધાન કરેલ હતુ તેના પછી હું જામીન ઉપર છુટયા બાદ, રૂપીયા ૭,૦૦,૦૦૦/- રોકડા ઢીંઢ ફાટકથી કોડાય જતા રસ્તા ઉપર તેને રોકડા આપેલ હતા. જે કેસ હાલે નામદાર સેસન્સ કોર્ટમાં ચાલુમાં છે. બાદ, આ શહેનાઝ ઉર્ફે રેશ્માબેન ઉર્ફે મુસ્કાનએ મારા ઉપર એ ડીવીજન ભુજ શહેર પોલીસ સ્ટેશનમાં તા.૨૪/૧૦/૨૦૨૪ના રોજ લુંટની ખોટી અરજી કરેલ હતી અને મને મારા ઉપરોકત મો.નં થી તેના મો.નં.૮૨૦૦૦૬૯૩૬૧ પરથી ફોન કરેલ અને ધમકી આપેલ કે, તારા વિરૂધ્ધમાં મે ભુજ એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં લુંટની અરજી કરેલ છે અને તું મને રૂપીયા રૂપિયા ૨.૬૦,૦૦૦/- આપ નહિતર તને ખોટા લુંટના કેસમાં ફસાઇ નાખીશ તેવી ધમકી આપેલ હતી જેથી તેના ધમકી દબાણવશ થઈ મે તેને રૂપીયા ૨,૬૦,૦૦૦/- દહિસરા ગામના બસ સ્ટેશન પાસે આપેલ હતા. તેમજ આ શહેનાઝ ઉર્ફે રેશ્માબેન ઉર્ફે મુસ્કાન અવાર નવાર વોટસએપ કોલ કરી બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી મારી પાસે રૂપીયા માંગણી કરતી જેથી મે છુટક છુટક આંગણીયા મારફતે ૩૦,૦૦૦/- તથા રૂબરૂમાં ભુજ તથા માંડવી ખાતે ૨,૩૦,૦૦૦/- રોકડા આપેલ છે અને તેણીએ છેલ્લી વખત તા.૧૮/૦૩/૨૦૨૫ સાંજના ક.૪/૧૦ વાગ્યે ફોન કરી બળજબરી પુર્વક રૂપીયા કઢાવવા ફોન કરેલ હતો. આમ, શહેનાઝ ઉર્ફે રેશ્માબેન ઉર્ફે મુસ્કાન ડો/ઓ મોહમદ ઇશાક ઇસ્માઇલ પઠાણ વા/ઓફ મોહમદ ઇશાક નોડે રહે.કીડાણા તા.ગાંધીધામ વાળી બળાત્કાર તેમજ લુંટના ખોટા કેસમાં ફીટ કરી નાખવાની ધમકી આપી, મારી પાસેથી છુટક છુટક રીતે કુલે ૧૫,૦૦,૦૦૦/- બળજબરી પુર્વક કઢાવી લઇ, તેમજ ફોન ઉપર તેમજ રૂબરૂમાં અવાર નવાર બળાત્કાર તથા લુંટના કેશમાં ફિટ કરી દેવાની ધમકી આપી ગુનો કરેલ હોય જેથી તેની સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે આ સાથે માંડવી પોલીસ સ્ટેશન ગુ.ર.ન. ગુ.૨.નં.૧૬૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૬(૨)(એન), ૨૯૪(બી), ૫૦૬(૨)ની નકલ તથા માંડવી પોલીસ સ્ટેશન ગુ.ર.ન. ૦૩૯૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૬, ૨૯૪(બી), ૫૦૬(૨)ની નકલ તથા ભુજ શહેર એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ઉપરી અરજી ૬૨૭/૨૦૨૪ તા.૩૦/૧૦/૨૦૨૪ વાળી અરજીના રિપોર્ટની નકલ તથા ફરીયાદી અને આરોપી વચ્ચે તા.૧૪/૦૯/૨૦૨૨ ના નામદાર સેશન્સ કોર્ટ ભુજ ખાતે થયેલ સમાધાન લખાણનો હુકમ નકલો રજુ કરી કાયદાકીય કાર્યવાહી ની માંગણી કરી છે