-
Today 08-04-2025 02:06:pm
કચ્છના ભુજ ખાતે આવેલા વિશ્વના સૌથી સુંદર મ્યૂઝિયમમાંથી એક એવા સ્મૃતિવનમાં વિવિધ વૈશ્વિકકક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ છે. આજે સ્મૃતિવન ફક્ત મ્યૂઝિયમ જ નહીં પણ વિવિધ ઈવેન્ટનું હબ બન્યું છે. સ્મૃતિવન મ્યૂઝિયમમાં સ્થિત આધુનિક ઓડિટોરિયમ વિવિધ આયોજનમાં એક મહત્વનું સ્થળ બન્યું છે ત્યારે હવે નાગરિકો, વિવિધ સરકારી તેમજ બિન સરકારી સંસ્થાઓ અને ખાનગી વ્યક્તિઓ સ્મૃતિવનના ઓડિટોરિયમને બુક કરાવીને વિવિધ ઈવેન્ટ યોજી શકે છે. સ્મૃતિવન ઓડિટોરિયમ ખાતે એડવાન્સ ટેક્નોલોજી અને અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે જે કોઈપણ કાર્યક્રમ કે ઉજવણીને ખાસ બનાવશે. ૨૩૪ વ્યક્તિઓની સીટિંગ કેપિસિટી સાથેના આ ઓડિટોરિયમમાં સેન્ટ્રલાઈઝ એસી, ઉચ્ચસ્તરીય ઓડિયો વિઝ્યુલ સિસ્ટમ, એચડી પ્રોઝેક્શન, ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ, ફોગ મશીનરી, સ્ટેજ માટેની રંગીન લાઈટસ અને પોડિયમ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. કોર્પોરેટ કે સામાજિક ઈવેન્ટના આયોજન માટે ગ્રીનરૂમની સુવિધા પણ ઓડિટોરિયમ ખાતે ઉપલબ્ધ છે. આમ કોર્પોરેટ સેમિનાર, વર્કશોપ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સામાજિક કાર્યક્રમ કે ખાનગી ઈવેન્ટના આયોજન માટે ઓડિટોરિયમ બુક કરાવવા મો. ૯૯૭૮૭ ૩૨૫૦૧ સંપર્ક કરી શકાશે તેમ સ્મૃતિવન ઓથોરિટી દ્વારા જણાવાયું છે.