-
Today 08-04-2025 02:25:pm
ઉત્તરભારત માં મોબલીંચીગની ઘટના અંગે સાંભળીને અરેરાટી છૂટી જતી અને કચ્છ ની કોમી એકતા પર માં થતું પરંતુ અફસોસ હવે કોમી નફરત નો દાવાનળ આપડા પ્રદેશ સુધી પહોંચી આવ્યો છે. ગઈકાલે ચૂડવાની સીમમાં બકરી ચરાવવા ગયેલા મુસ્લિમ યુવાન રમજુ હુસૈન ગગડાને પ્લાયવુડ ની ફેક્ટરી પાસે એક વ્યક્તિએ ચા પીવા માટે આમંત્રણ આપ્યું. રમજુ માટે આ વાત સામાન્ય હતી પરંતુ ત્યાર પછી તેની સાથે જે બન્યું તે કાળજા કંપાવી દેનારું હતું. રમજુ ને દસ જણા ન ટોળાએ એકસંપ કરી ઢોરમાર માર્યો.એટલું ઓછું હોય તેમ ખેતરો માં દોડાવી ને માર માર્યો અને ગાડી સાથે સાંકળ થી બાંધ્યો. ૯૭૨૫ નંબર ની કાર સાથે બાંધીને નજીક નો એક કંપનીમાં લઈ જઈ પાઇપ વડે ઢોર માર મારતા પગ લોહીલુહાણ થઈ ગયા હતા. માનવતા માં દુશ્મનો એ એટલે થી ન અટકતા નિર્દોષ યુવાન ના જખ્મો પણ નમક છાંટીને વધુ ક્રૂરતા આચરી હતી. આ અંગે કચ્છ એસ પી ને કરેલી અરજી માં મુસ્લિમ અગ્રણી હાજી જુમ્મા રાયમા એ જણાવ્યા પ્રમાણે અસામાજિક તત્વો એટલી હદે ફાટ્યા ફરે છે કે તેમણે પોલીસ ની પીસી આર વાન મે પણ ફેક્ટરી માં ઘૂસવા ન દીધી! માત્ર એટલું જ નહીં તેઓ પોલીસ સામે પેલા યુવાન ને મારતા રહ્યા અને પોલીસુલ દર્શક બની જોતી રહી.. અંતે ઘાયલ યુવક ને તેમના સગા સંબંધીઓ એ રામબાગ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેને સારવાર આપવામાં આવી રહી છે. આજે આ ઘટના ને ૨૪ કલાક વીતવા છતાં પોલીસ જાણે ગુનેગારો નો લાજ કાઢી રહી હોય તેમ કાર્યવાહી માં ઢીલ કરી રહી છે. ભોગ બનનાર ન ભાઈ એ જણાવ્યા પ્રમાણે સવાર સુધી પોલીસ કોઈ પણ કાર્યવાહી કરવાના બદલે હાથ બાંધીને બેસી રહી હતી. નફરત ન સોદાગરો ને નશ્યત કરવાના બદલે મોબલિન્ચિગ ની ઘટના ને હળવાશ થી લેવાના બદલે.પોલીસ કાયદા નો દંડો ઉગામે તે ખૂબ જરૂરી છે.મુસ્લિમ સમાજ ના યુવાન સાથે બનેલી ઘટના પણ ગુનાખોરી છે અમે કાયદો સૌ માટે એક સરખો ગણીને પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેની માંગ મુસ્લિમ સમાજ માં ઉઠી છે.