-
Today 18-04-2025 11:08:am
ગુજરાત સરકારે ફિક્સ પે કર્મચારીઓને લઈને મોટી જાહેરાત કરી છે. નાણાં વિભાગે ફિક્સ પે કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. નાણાં વિભાગની જાહેરાત મુજબ ફિકસ પે વેતન ધારકોનું 12 કલાકથી ઓછા સમયનું ભથ્થું વધારી 200 કરવામાં આવ્યું છે. અને 12 કલાકથી વધુ સમયનું ભથ્થું વધારી 400 કરવામાં આવ્યું છે. તેમજ ફિકસ પે વેતન ધારકોને મુસાફરી અને બસ ભાડુ રેલવે પ્રમાણે મળશે. રાજ્ય સરકાર ફિકસ પગાર વેતન ધારકોના ભથ્થામાં વધારો કરતાં જે કર્મચારીઓને સરકારી કામ માટે બહાર જવાનું થાય ત્યારે 6 કલાકથી વધુ પણ 12 કલાકથી ઓછું રોકાણ હોય ત્યારે તેમને હવે પછીથી નવા ભાવ વધારો મુજબ ભથ્થું મળશે. સરકારી કર્મચારીઓના ભથ્થામાં વધારો કરતા 12 કલાકથી ઓછા સમયના રોકાણમાં ભથ્થું વધારી 120નાં બદલે રૂ.200 મળશે અને વધુ સમયના ભથ્થા પેટે એટલે કે 12 કલાકથી વધુ સમયના રોકાણ માટે નવા લાગુ કરાયેલા નિયમ મુજબ ભથ્થા પેટે 400 રૂપિયા મળશે. સરકારી કર્મચારીઓના 12 કલાકથી વધુ રોકાણમાં 240ની ભથ્થું મળતું હતું તેમા વધારો કરતા હવેથી 400 રૂપિયા મળશે.