-
Today 04-08-2025 01:35:pm
સરહદ પરન અતિ સંવેદનશીલ વિસ્તાર માં આવેલી કંપનીઓ વિશે વારંવાર ફરિયાદ ઉઠતી રહીં છે.સ્થાનિકો ને રોજી રોજગાર મળી રહે તે માટે બારાતુ કંપનીઓને કચ્છ માં પરવાનગી આપવામાં આવી ,કચ્છ ના બહુમૂલ્ય ખનીજ નો ખજાનો લૂંટી લેવામાં પાવરધી આ કંપનીઓ હવે સ્થાનિક ઉધ્યોગ એવા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે પણ યમદૂત સાબિત થવાના એંધાણ વર્તાતા સ્થાનિક ટ્રાન્સપોર્ટ્રો દ્વારા મોટા પાયે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ અંગે કોલેક્ટર ને આવેદપત્ર આપી ન્યાય ની માંગ કરવામાં આવી છે. હાજીપીર નજીક આવેલ આર્ચિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હાજીપીર સાઈટ જેમાં સ્થાનિક રોજગાર બિલકુલ આપવામાં આવતું નથી તેવા મતલબ માં લખાણ સાથે કચ્છ કલેકટર ને આપવામાં આવેદનપત્ર માં કહેવાયું છે કે કંપની દ્વારા જેસીબી , હિ ટાચી મશીન જેવા તમામ સાધનો પોતે લઇ અને ચલાવે છે અને આ રીતે અગાઉ સ્થાનિકોને કામ મળતું તે બંધ થઈ ગયું છે. ત્યારબાદ હાલે અંદાજિત 100 જેટલી ટ્રકો નમક પરિવહન માટે કંપની એ લીધી છે.કોઈ પણ કંપની આવે છે તો પ્રથમ ઉદ્દેશ એ હોય છે કે સ્થાનિક રોજગાર આપવામાં આવશે અને સુપ્રીમ કોર્ટ ની ગાઈડ લાઈન પણ એજ હોય છે કે પ્રથમ સ્થાનિક રોજગાર આપવામાં આવે પણ અફસોસ સાથે કહેવુ પડે છે કે કરછ માં આટલું ટ્રાન્સપોર્ટ હોવા છતાં આટલી ટ્રકો હોવા છતાં કંપનીને ના શોભે એવી હરકત કરવામાં આવી છે અને 100 જેટલી ટ્રકો લેવામાં આવી છે અને હજી પણ કંપની નમક માટે ટ્રકો લેવાની છે.જેના સામે તમામ સ્થાનિક લોકોને વાંધો છે સ્થાનિક ટ્રકો વાળા અને સ્થાનિક ટ્રાન્સપોર્ટ તરફ રોજગાર છીનવાઈ રહો છે જેના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને નમક માટે કંપની એ જેટલી પણ ટ્રકો લીધી છે તમામ બંધ કરવામાં આવે તેવી સ્થાનિક ઉધ્યોગ સાથે સંકળાયેલા લોકો e કરી છે અમે પોતાના માટે રોજગારની માગણી કરી છે. આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહી આવે તો ના છૂટકે તમામ ટ્રક માલિકો ટ્રાન્સપોર્ટરો અને વિસ્તારના લોકોને સાથે રાખી કંપની તરફ થી લીધેલ ટ્રકો રોકવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રોજગાર ઉપર ઠેસ પહોચે તેવી હરકતો વારંવાર અર્ચિયન કંપની દ્વારા કરવામાં આવે છે.હાલ 100 જેટલી ટ્રકો કંપની લઇ આવી છે એજ ગેરકાયદે છે સ્થાનિક ટ્રાન્સપોર્ટ ટ્રક હોવા છતાં કંપની પોતાની લે છે એજ રોજગાર ઉપર સવાલ છે અને ઉપર વગર નંબર પ્લેટ ચાલી રહી છે.કરછના રસ્તાઓ લોહીમાં તબદીલ થઇ ગયા એટલા અકસ્માતો થયા છે છતાં તંત્ર મૌન કેમ?કરછનો RTO વિભાગ કયા છે? ચાલવા લાયક રોડ ના હોવા આવા રોડ ઉપર વગર નંબર પ્લેટ ન વાહનો કોના ઈશારે ચલાવવામાં આવી રહ્યા છે એવો સવાલ.પણ ઉઠી રહ્યો છે