-
Today 04-08-2025 01:34:pm
ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં કરવામાં આવેલા ઠરાવ જ્યારે રદ થઈ ગયા હોય ત્યારે તે મુજબ ટેક્સ તેમજ વ્યાજ કઈ રીતે વસુલી શકાય? આવા એક અતિ સામાન્ય અને સરળ પ્રશ્ન સાથે તંત્રની ઊંઘ ઉડાડવા સહજાદ સમા તેમજ કોંગ્રેસના નગરસેવકો અને જાગૃત નાગરિકો દ્વારા ઢોલ નગારા વગાડીને તંત્રની ઊંઘ ઉડાડવા કોશિશ કરવામાં આવી હતી . સહેજાદ સમા જણાવ્યું હતું કે અમે ચીફ ઓફિસરની ઓફિસના ઓર્ડર અંગેના પોસ્ટર ચોંટાડીને લોકોને જાગૃત કરશું અને ઉગ્ર વિરોધ કરિશુ જોકે તેમને ડેપ્યુટી કલેક્ટરને આપેલા આવેદનપત્ર બાદ તેમને પંદર દિવસમાં કશું નક્કર કામગીરી કરવાની ખાતરી આપવામાં આવી છે.
સહેજાદ સમાએ જણાવ્યા મુજબ ભુજ નગરપાલિકામાં ચાલતા નિયમ વિરુદ્ધ ના કામો તથા કામે રાખેલ કામદારી, ચુકવણાઓ, ભાડા પાડી, બાકી વેરાઓ પર વ્યાજ બાબતે અનેક વખત તંત્ર ને લેખીત આધાર પુરાવાઓ સાથે રજુઆતો કરેલ છે. ભુજ નગરપાલીકા ની તા.૮/૯/૨૩ ના રોજ મળેલી સામાન્ય સભા માં થયેલ તમામ ઠરાવો સ્થગિત હોવા છતા મોટા ભાગનાં ઠરાવો નો અમલ કરી ચુકવણા થઈ ગયેલ છે તેની વસુલાત કરી નગરપાલીકા તિજોરીમાં વ્યાજ સહીત જમા કરવામાં આવે તે જરૂરી છે કોરોના સમય દરમિયાન હોર્ડિંગ્સ ના ભાડાના રૂ. ૨૦ લાખ જેટલી રકમ માફ કરવા અંગે ઠરાવ તદ્દન નિયમ વિરુદ્ધ કરાયો અને તે સ્થગીત છે આવી માફી આપવી હોય તો તમામ ભાડુઆત ને માફી આપવી જોઈએ માત્ર એક જ ભાડુઆત માફી કઈ રીતે આપી શકાય ? ગેર કાયદે પૂર્વ મંજુરી વગર રખાયેલ બિનજરૂરી કામદારો-ઇજનેરી ને તાત્કાલીક અસરથી છુટા કરી ચુકવાયેલ તમામ પગારની રકમ નગરપાલીકા ની તિજોરીમાં જમા કરવામાં આવે અને પ્રજાના પૈસે ખોટા નિર્ણય લેનાર જવાબદારો સામે સખત પગલાં લેવામાં આવે તે પણ જરૂરી છે બાકી મિલકત વેરા પર વસુલવામાં આવેલ ૧૮% વ્યાજ વાળો ઠરાવ સ્થગિત છે તેથી વસુલવામાં આવેલ ૧૮% વ્યાજ જે તે મિલકત ધારકને વ્યાજ સહીત પરત ચુકવવાની વ્યવસ્થા કરવામાં આવે. મુખ્ય અધિકારી વતી સહી કરનારા ત્રણ થી અગ્યાર માસના કામદારો ને છુટ્ટા કરી સખ્ત પગલાં ભરવા ઇજનેરો ને વહીવટી કામગીરી સોંપાયેલ છે તેવા અરવિંદસિંહ જી. જાડેજા તથા મિલન ગાંધા ને ઇજનેરી કામગીરી સોંપવી તથા વધારાના બીનજરૂરી ઈજનેરો ને છુટ્ટા કરવા આ ઇજનેરોને મનફાવે તેવા પગારો અપાયા છે દા. ત. અરવિંદ જી. જાડેજા ને રૂ. 33 હજાર પગાર અપાય છે તેને રૂ. ૧૬ હજાર જ મળે બાકીની તમામ રકમની વસુલાત કરવામાં આવે વસુલાત માત્ર આમ નાગરિકો પાસે થી જ કરવાની ? ઇજનેરો, કામદારો પાસેથી શા માટે વસુલાત કરવામાં નથી આવતી ? ૪ કરોડથી વધુ ગેરકાયદે ચુકવણું કરેલ તેની વસુલાત થાય તે જોવું રહ્યું આવી અનેક વસુલતોની કાર્યવાહી તુરંત હાથ ધરવી અને આમ નાગરિકો ને પરેશાની કરવી જોઈએ નહીં તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી . ભુજ નગરપાલિકામાં ઠરાવોની અમલવારી પણ અનુકુળતા મુજબ થાય છે જેના કારણે નગરપાલિકાને નુકશાની થાય છે. આ અંગે તા.૨૪/૨/૨૩, તા.૬/૩/૨૩, તથા તા.૧૦/૬/૨૪ વિગેરે અરજીઓ વારંવાર કરવામાં આવી છે જે બાબતે કાર્યવાહી કરવામાં આવે તો આમ નાગરિકો ના નાણાં ની બચત થશે અને PGVCL ને વ્યાજ ભરવું નહીં પડે PGVCL નું લેણું નગરપાલીકા પાસે રૂ. ૪૪,૬૫ કરોડનું છે તેનું વ્યાજ ૧૮૪ લેખે કેટલું થાય તેવો એક પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો છે.