-
Today 04-08-2025 01:37:pm
આજે વહેલી સવારે હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા રિક્ષામાં જઇ રહેલા શ્રદ્ધાળુને સમી-રાધનપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. સમી નજીક આવેલી હોટલ પાસે બસે રિક્ષાને અડફેટે લેતાં રિક્ષાનો કચ્ચરણખાણ વળી ગયો હતો અને રિક્ષામાં સવાર તમામ 6 શ્રદ્ધાળુઓના મોત નીપજયા હતા. અકસ્માતના પગલે હાઇવે મરણચીસોથી ગૂંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં બસ પર રોડ નીચે ઉતરી ગઈ હતી. જ્યારે રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઇ ગયા હતા. બીજી તરફ અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને તાત્કાલિક બચાવ તેમજ રાહત કામગીરી હાથ ધરી હતી .