-
Today 04-08-2025 01:42:pm
હાજીપીર જતો માર્ગ નમકના ઓવરલોડ ટ્રક ના કારણે બિસ્માર થઈ જાય છે અને આ અંગે વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે.આ વખતે પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને સરકારી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી બે માર્ગ મરામત માટે થઈને વાહનો ની અવરજવર બંધ કરવા આદેશ આપી દેવાયો, પ્રથમ તો બધાને પ્રસન્નતા થઈ કે હાશ હવે કામ શુરૂ થશે અને અમારી હાલાકી ની અંત આવશે પરંતુ જાહેરનામું પ્રસિદ્ધ થયાને ચાર ચાર દિવસ વિત્યા છતાં હજુ કોઈ કામ શુરૂ નથી કરવાના આવ્યું .સ્થાનિક લોકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે તંત્ર માત્ર જાહેરનામું પ્રસિદ્ધ કરીને અમારી મજાક ઉડાવવા માંગે છે કે શું ?
૧૧ એપ્રિલ ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવાના આવ્યું જે રસ્તાની મરામત કામગીરીને અનુલક્ષીને દેશલ૫ર (ગું.) ફાટકથી હાજીપીર સુધીનો રસ્તો ભારે/અતિભારે વાહનો માટે બંધ રહેશે દેશલ૫ર-હાજીપીર રસ્તાની મરામત કામગીરી યોગ્ય રીતે થઈ શકે તે માટે તેમજ આગામી યોજાનાર હાજીપીરના મેળાના કારણે થતી ટ્રાફિક સમસ્યાને ૫હોંચી વળવા તથા હાજીપીરના દર્શનાર્થે ૫ધારતાં શ્રદ્ધાળુઓની સલામતી માટે તા.૧૫/૦૪/૨૦૨૫ થી તા.૦૫/૦૫/૨૦૨૫ સુધી દેશલ૫ર (ગું.) ફાટકથી હાજીપીર સુધીનો રસ્તો ભારે/અતિભારે વાહનો માટે બંધ કરવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉ૫યોગ કરવા કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્છ તરફથી તા.૧૧/૦૪/૨૦૨૫ તથા પોલીસ અધિક્ષક, ૫શ્ચિમ કચ્છ-ભુજ તરફથી તા.૧૨/૦૪/૨૦૨૫ વાળી દરખાસ્ત રજૂ થયેલ છે જેની વિગતે ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર હુકમ કરવો જરૂરી જણાય છે. જેથી આનંદ ૫ટેલ (આઇ.એ.એસ.), જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ, ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે ફરમાવેલ છે કે, તા.૧૫/૦૪/૨૦૨૫ થી તા.૦૫/૦૫/૨૦૨૫ સુધી દેશલ૫ર (ગું.) ફાટકથી હાજીપીર સુધીના રસ્તા ૫રથી ભારે/અતિભારે વાહનો અવર-જવર કરી શકશે નહીં. વૈકલ્પિક માર્ગ/રસ્તામાં નખત્રાણા-કોટડા (જ.)-રવા૫ર-માતાનામઢ-દયા૫ર-ઘડુલી-હાજીપીર રસ્તા ૫રથી ભારે/અતિભારે વાહનો અવર-જવર કરી શકશે. આ જાહેરનામું સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો, પોલીસ અધિક્ષક, ૫શ્ચિમ કચ્છ-ભુજના આદેશાનુસાર સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ વાહનો, એમ્બ્યુલન્સ વાહનો અને ફાયર બ્રિગેડના વાહનોને લાગુ પડશે નહીં. એટલું સ્પષ્ટ જાહેરનામું પ્રસિદ્ધ કરી શકતું તંત્ર ખરેખર હકીકત માં કોઈ જ કામગીરી આરંભી શક્યું નથી .શા માટે આમ થયું એ બાબતે પણ તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.