-
Today 04-08-2025 01:37:pm
ભુજ ખાતે ભાજપ દ્વારા યોજાયેલા રાહુલ ગાંધી ના પૂતળા દહન કાર્યક્રમ બે કોંગ્રેસ દ્વારા અતિ ગંભીરતા થી લેવામાં આવતી છે અને પોલીસ સામે આક્ષેપ કરતા કહ્યું છે કે આ કાર્યક્રમમાં સાંસદ રાહુલ ગાંધી નું અપમાન થયું છે ,તેઓ સંસદ છે અને તેમના પર હજુ કોઈ ગુનો પુરવાર નથી થયો તો આ બાબતે પોલીસે શા માટે પગલા ન લીધા . કચ્છ પોલીસ કાયદો વ્યવસ્થા સંભાળવામાં સંદતર નિષ્ફળ ગયા હોવાનો પણ કોંગ્રેસ દ્વારા સણસણતો આક્ષેપ કરવામાં આવ્યો છે અંજલિ ગોર દ્વારા જણાવ્યા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજ સ્થિત ભાજપ કાર્યાલય મધ્યે ED કેસ સંદર્ભે લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી કચ્છ ભાજપે પોતાની બુદ્ધિ નું પ્રદર્શન કર્યું હતું જે કેસમાં કોઇ યોગ્ય તથ્ય પુરાવા છે જ નહિ માત્ર ને માત્ર પ્રધાનમંત્રી મોદી તથા ગુહમંત્રીના આદેશથી વારંવાર ED રાહુલ તથા સોનીયા સામે પણ તપાસ કરવા આદેશ આપે છે આ તમામ વચ્ચે ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા આ બધું કાવતરું રચી પ્રજાને ગુમરાહ કરવાનો સૌથી મોટો ખેલ કરી રહી છે વિરોધ કરવો એ બંધારણીય અધિકાર છે કચ્છ ભુજ પોલીસના પી આઈ પટેલ કે અન્ય પોલીસ અધિકારી આ કાર્યક્રમથી અજાણ હતા ? કે પોલીસ બંદોબસ્ત ન કરવા કાર્યક્રમ કરવા કમલમ્ કે ગુહ ખાતાનો આદેશ હતો ? પોલીસ આ કાર્યક્રમ પછી અટકાયત કે ગુનો નોંધાયો હોય તેવી વાત કેમ ના કરી ? આ બધા પ્રશ્નો ના જવાબ એસ પી સાહેબ પશ્વિમ વિભાગ આપશે ? પોલીસ વહીવટી તંત્રએ ના ભૂલવું જોઇએ રાહુલ ગાંધી લોકસભા ના સંસદીય હોદા પર છે અને જે ગુનો સાબિત નથી થયો એ વચ્ચે પુતળા દહન થયું એ કચ્છ પોલીસ ના ભાજપ પર સીધા આર્શીવાદ જ હતા પોલીસ આ બાબતે નક્કર કાર્યવાહી નહિ કરે તો કોંગ્રેસ પક્ષ આગામી સમયમાં આક્રમક કાર્યક્રમ યોજશે એવું પ્રદેશ યુવા મહામંત્રી અંજલિ ગોર દ્વારા જણાવાયું છે.