-
Today 04-08-2025 01:36:pm
કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્માએ સમાઘોઘા પાસે જિંદાલ કંપની ને જમીન આપવામાં ગોબાચારી કરેલી તે કેસ માં આજે ભુજ ની આદલતે તેમના સહિત ચાર આરોપીઓને દોષિત ઠેરવી પાંચ વર્ષ ની સજા ના હુકમ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદીપ શર્મા હાલ જેલ માં સાજા કાપી રહ્યા છે . તેમણે સત્તા અધિકાર બહાર જઇને તેમજ સરકારના વખતો-વખતના પરિપત્રો અને હુકમોને ધ્યાને નહી લઇ, સરકારના હુકમોની અવગણના કરી માંગણીદાર કંપનીને આર્થિક રીતે ફાયદો કરાવી આપવાના એક માત્ર બદઇરાદે અને સરકારને આર્થિક રીતે નુકશાન કરેલું. તેમ કરીને તમામ આરોપીઓએ જિલ્લા જમીન મુલ્યાંકન સમિતિની બેઠકમાં અરસ-પરસ મેળાપીપણામાં ગુનાહિત માનસથી કાવતરું રચી માંગણીદાર કંપનીને ઔદ્યોગિક હેતુ માટેની સરકારી જમીન ફાળવી ગુનો કરેલ જે સબંધે સી.આઇ.ડી.ક્રાઇમ રાજકોટ ઝોન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. 1/11 ઇ.પી.કો.ક.217,409,120(બી), મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો તમામ આરોપીઓને આઇ.પી.સી. કલમ 409, 120(બી), મુજબના ગુનામાં દોષી ઠરાવીને 5 વર્ષની સખત કેદની સજા અને 10,000 નો દંડ કરવામાં આવ્યો છે. આઇ.પી.સી. કલમ 217 મુજબના ગુનામાં દોષી ઠરાવીને 3 માસની સાદી કેદની સજા. તેમજ આરોપી પ્રદીપકુમાર એન. શર્માને હાલ પશ્ચિમ કચ્છ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. 06/2014 સેશન્સ કેસ નં. 192/2017 ના કેસમાં નામદાર અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલી 5 વર્ષની સજા પુર્ણ કર્યા બાદ આજે જાહેર કરેલ 5 વર્ષની સજાની અમલ શરૂ કરવા હુકમ કરવામાં આવ્યો છે. તેમજ દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સખત કેદની સજા કરવામાં આવશે. સી.આઇ.ડી.ક્રાઇમ સ્પેશ્યલ પબ્લિક પ્રોસિકયુટર એચ.બી.જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સોપાઇપ્સ લિમિટેડે મુન્દ્રા તાલુકાના મોજે સમાઘોઘાની સીમમાં આવેલી સરકારી જમીનની ફાળવણીની વિગતે પ્રદિપ શર્માએ જિલ્લા કલેકટર તરીકે સરકારના પરિપત્ર 6 જૂન 2003 તેમજ પરિપત્ર ઠરાવ 27 નવેમ્બર 2000માં થયેલા હુકમ મુજબ 2 હેકટર, 15 લાખની કિંમત સુધીની ઔદ્યોગિક હેતુ માટે જમીન મંજુર કરવાની સત્તા આપવામાં આવેલ છે. તેમ છતાં પણ પ્રદીપ શર્માએ આ માંગણીની ઔદ્યોગિક હેતુના જમીન ફાળવણી અંગેના પ્રકરણમાં 47,173 ચોરસ મીટર જમીન મંજૂર કરેલી. અને આ રીતે તેમણે 27,173 ચોરસ મીટર જમીનો વધારે ફાળવી આપી હતી પ્રદીપકુમાર નિરંકરનાથ શર્મા, તત્કાલીન કલેકટર,કચ્છ.ભુજ,નટુભાઇ મોતીભાઇ દેસાઇ તત્કાલીન નગરનિયોજક, ભુજ.નરેન્દ્ર પોપટલાલ પ્રજાપતી,નાયબ મામલતદાર,કચ્છ, અજીતસિંહ મહીપતસિંહ ઝાલા તત્કાલીન નિવાસી નાયબ કલેકટર,ભુજ એમ તમામ આરોપીઓને આઇ.પી.સી. કલમ 409, 120(બી), મુજબના ગુનામાં દોષી ઠરાવીને 5 વર્ષની સખત કેદની સજા અને 10,000 નો દંડ કરવામાં આવ્યો છે. આઇ.પી.સી. કલમ 217 મુજબના ગુનામાં દોષી ઠરાવીને 3 માસની સાદી કેદની સજા. તેમજ આરોપી પ્રદીપકુમાર એન. શર્માને હાલ પશ્ચિમ કચ્છ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. 06/2014 સેશન્સ કેસ નં. 192/2017 ના કેસમાં નામદાર અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલી 5 વર્ષની સજા પુર્ણ કર્યા બાદ આજે જાહેર કરેલ 5 વર્ષની સજાની અમલ શરૂ કરવા હુકમ કરવામાં આવ્યો છે. તેમજ દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સખત કેદની સજા કરવામાં આવશે.