-
Today 10-10-2025 08:05:am
કચ્છ જિલ્લાના યાત્રાધામ હાજીપીરને જોડતા દેશલપર-હાજીપીરના ૩૨ કિલોમીટર લંબાઈના ૭ મીટર પહોળા સ્ટેટ હાઈવે પર અતિભારે વાહનોની અવરજવર ધ્યાનમાં લઈને તેને સી.સી. રોડ બનાવવા માટે ૯૫ કરોડ રૂપિયા ફાળવવાનો સરકારે નિર્ણય કર્યો છે.
મહેસાણા જિલ્લાના મહત્વપૂર્ણ એવા કડી તાલુકામાં આવતા માર્ગોની જરૂરી સુધારણાના ચાર કામો માટે કુલ ૧૭૧ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ ૪ માર્ગોમાં ડાંગરવા-કરજીસણ રોડ તેમજ કડી-જાસલપુર-મોકાસણ-સુરજ રોડના મજબૂતીકરણ, રિસરફેસિંગ અને સી.સી. રોડની કામગીરી માટે કુલ ૨૭ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ જ તાલુકાના અન્ય બે માર્ગો એવા ભાલ્ટી-ધરમપુર-ખાવડ રોડ તેમજ કડી-નાની કડી-બાવડુ- ચંદ્રાસણ -ખોડાનો ઢાળ રોડ જેવા કડી તાલુકા મથક સાથે જોડાતા અગત્યના રસ્તાઓ પરના ટ્રાફિક ભારણને ધ્યાનમાં લઈને આ માર્ગોને ૭ મીટર તથા ૧૦ મીટર પહોળા કરવાની કામગીરી માટે ૧૪૪ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આમ, કડી તાલુકાના માર્ગ સુધારણાના કુલ ૪ કામો માટે ૧૭૨ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે.