-
Today 04-08-2025 01:35:pm
આજે માધાપર ખાતે ૨૫૧ જોડલાઓના સમૂહલગ્ન માટે માધાપર યક્ષમંદિર ખાતે નોંધણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો . કચ્છ લોકસભા ના સાંસદ વિનોદ ચાવડા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજના સહયોગથી કચ્છની ધીંગીધરા પર ભુજ તાલુકાના માધાપર મધ્યે સૌ પ્રથમ વખત શુભ મંગલ કાર્ય “સાંસદ સમરસ (સર્વ જ્ઞાતિય) સમૂહ લગ્નોત્સવ” ના આયોજન પ્રસંગે આજે માધાપર ખાતે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજી વરચંદના વરદહસ્તે તથા કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અને ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં સમૂહ લગ્ન કાર્યાલય શુરૂ કરાયું હતું. આ તકે મીડિયા સાથે વાત કરતા સાંસદ વિનોદ ચાવડા એ કહ્યું કે અમે તમામ ધર્મ સમાજ ના લોકો ને સાથે લઈને સમૂહ લગ્ન નું આયોજન કર્યુંછે જેમ ભાગ લેનાર સમાજ ના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન વિધિ કરવી આપવામાં આવશે. દીકરી વાળા પાસે થી ૨૧૦૦ અને દિકરા વાળા પાસેથી ૩૧૦૦ રૂપિયા નોંધણી ફી લેવામાં આવશે અને બંને પક્ષ તરફથી ૫૦-૫૦ મેહમાન લગ્ન માં જોડાઈ શકશે જેમના જમવા સહુ ની તમા સગવડ પૂરી પાડવામાં આવશે .આ વખતે ૨૫૧ યુગલો ન સામૂહિક લગ્ન નો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ વરસાણી, ગુજરાત પ્રદેશ ભાજપા સહયોગ,રાહત અને સેવાઓ વિભાગના સંયોજક હિતેશ ખંડોર, જિલ્લા ભાજપ મહામંત્રી દિનેશ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજી જોધાણી, કે.ડી.સી.સી બેંક ચેરમેન દેવરાજભાઈ ગઢવી એવમ સામાજિક અગ્રણીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહયા હતા.