-
Today 16-05-2025 07:23:pm
ભુજ ખાતે છેલ્લા સાડા ચાર દાયકા થી ચાલતી પ્રતિષ્ઠિત સંસ્થા યતીમખાના એહલે સુન્નત સંસ્થા ના બાળકો એ બોર્ડ ની પરીક્ષામાં મેદાન માર્યું. ૧૦૦ ટકા સિધ્ધિ મેળવી ઉકાળ્યું સંસ્થા નું નામ રોશન . વર્ષ ૨૦૨૫ માં લેવાયેલી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ધોરણ દસ ની પરીક્ષા સંસ્થા ના દસ બાળકોએ આપી હતી.યસ શાળા માં ભણતા આ તમામ બાળકો સો ટકા સિધ્ધિ મેળવી પાસ થઈ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે જે માટે શાળા ના શિક્ષકો, હોસ્ટેલ ના રેકટર ,મૌલાના સાહેબ, શાળા ના ચેરમેન તેમજ તમામ ટ્રસ્ટી મંડળ સહિત સૌ કોઈ અભિનંદન ને પાત્ર છે. યતીમખાના એહલે સુન્નત અનાથ જરૂરતમંદ બાળકો માટે પ્રગતિ ની કેદી કંડારવામાં પ્રયત્નશીલ છે ત્યારે આ બાળકો ની સફળતા એ એક નવો જોમ અને જુસ્સો પૂરો પાડ્યો છે. આ સંસ્થા માં ટૂંક સમયમાં નવા શુરૂ થતા શૈક્ષણિક વર્ષ માં જરૂરતમંદ અનાથ બાળકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. નવા સત્ર માટે અનાથ બાળકો, તાલકશુદા મહિલાઓના બાળકો, તેમજ ખાસ કિસ્સામાં ખૂબ જ જરૂરિયાતમંદ બાળકો કે જેઓ આર્થીક તેમજ ભૌગોલિક દ્રષ્ટિએ શિક્ષણ થી વંચિત રહી જતા હોય તેવા માત્ર પુરુષ જાતીન બાળકોને પ્રવેશ આપવામાં આવશે. સંસ્થા દ્વારા બાળકો માટે શિક્ષણ,રહેવા જમવા સહિત ની સાથે એમાં સગવડ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે . મુફ્તી એ કચ્છ અલ્હાજ એહમદ શા બાવા ની પ્રેરણા અને દુઆ થી શુરૂ કરવાના આવેલી આ સંસ્થા માં બાળકો સ્વસ્થ સમાજ નો હિસ્સો બને તે રીતે યોગ્ય ઉછેર કરવામાં આવે છે .સંસ્થા માં પ્રથમ ધોરણ થી દસ ન ધોરણ માં અભ્યાસ કરી શકે તે રીતે પાંચ થી પંદર વર્ષની વય જૂથ ના બાળકો પ્રવેશપત્ર રહશે . સંસ્થા માં દીની તાલીમ માટે મદ્રેસા તેમજ દુન્યવી તાલીમ માટે ધોરણ દસ સુધી ની શાળા છે .આ ઉપરાંત રમત ગમત ક્ષેત્રે બાળક આગળ વધે તે માટે ખાસ આયોજન છે સાથોસાથ આધુનિક જમાના સાથે તાલ મિલાવી શકે તે માટે બાળકો ને કમ્પ્યુટર શિક્ષણ પણ આપવામાં આવશે. અહીં પ્રવેશ મેળવવા માટે બાળક અથવા વાલી નું આધાર કાર્ડ,બાળક નું નામ હોય તેવું રાશન કાર્ડ, યતીમ બાળક માટે પિતા ન મૃત્યુ નું પ્રમાણપત્ર, તાલકશુદા કિસ્સામાં તલાકનામું,બાળક જો શાળા માં અભ્યાસ કરતું હોય તો શાળા નું લિવિંગ સર્ટિફિકેટ, તેમજ વાલી અને બાળક ના પાસપોર્ટ સાઇઝ ના ફોટો પ્રવેશ સમયે સાથે લાવવાના રહેશે . સમાજ ના આગેવાનો,સામાજિક કાર્યકરો ,સરપંચો તેમજ ગામ ના જવાબદાર અને સક્રિય વ્યક્તિઓને ખાસ અપીલ કે તેઓ તેમની આસપાસ કોઈ જરૂરતમંદ બાળક હોય તે તેને સંસ્થા સુધી પહોંચાડવા માં મદદ કે સવાબ હાંસલ કરે. વધુ પૂછપરછ અથવા માહિતી માટે યતીમખાના એહલે સુન્નત,મેહદી કોલોની , યુસુફશા ભાવનશા માર્ગ ખાતે સંપર્ક કરી શકાશે .