-
Today 04-08-2025 01:36:pm
નખત્રાણા ખાતે ગુરુ ગરવા સમાજના ૧૮ માં સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સમાજ ના ગણ માન્ય લોકો સાથે મહંત ની પણ બોલાવી ને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું.મહાનુભાવો ના સન્માન સમયે માંડવી ના વકીલ એવા શખ્સે હજારો લોકોની હાજરીમાં મહંત પર હિચકારો હુમલો કરતા સનસનાટી મચી જવા પામી હતી.. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસ સબબ મહંત દ્વારા હત્યા ન પ્રયાસ બદલ ૭ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે . ભુજ નજીક કુકમા ગામે ત્રિકમ સાહેબના આશ્રમના મહંત તરીકે કામ કરતાં અને આશ્રમમાં રહેતા ગુરુ ગરવા સમાજના મહંત પર વર્ષિય રામગીરી ગુરુ મહેન્દ્રગીરી મહારાજની હત્યાનો પ્રયાસ કરવા સબબ રમણિક ગરવા-તથા તેના સાગરીતો વિશાલ રવિલાલ ગરવા (રહે. મિરજાપર, ભુજ), દીપક તુલસી ગરવા (રહે. અંગિયા, નખત્રાણા), પ્રકાશ દેવજી ગરવા (રહે. મથલ, નખત્રાણા), ભદ્રેશ ભવાનભાઈ ગરવા (રહે. માધાપર, ભુજ), ધવલ હિરાભાઈ દવે (રહે. નખત્રાણા) અને ભરતભાઈ પુંજાભાઈ ગરવા (રહે. નખત્રાણા) સામે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે . મહંતે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એકાદ વર્ષ અગાઉ રમણિકે તેમના આશ્રમ ખાતે આવીને માથાકૂટ કરેલી અને તે અન્વયે તેની સામે પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમૂહલગ્નમાં વિઘ્ન ઊભું કરવા રમણિક ગરવા, દીપક ગરવા, પ્રકાશ ગરવા તથા તેમના સાગરીતો વોટસએપ ગૃપોમાં ભડકાઉ લખાણ લખીને, સમૂહ લગ્નમાં આવનારા મહેમાનોનું અપમાન ઝઘડો. કરવાના હેતુથી ખુલ્લેઆમ ધાક ધમકીઓ આપી રહ્યાં હોવાની રજૂઆત સાથે સમાજના હોદ્દેદારોએ ચાર દિવસ અગાઉ જ પશ્ચિમ કચ્છ એસ પી તેમજ નખત્રાણના પોલીસ અધિકારીઓને લેખીત રજૂઆત કરી કાયદો વ્યવસ્થાની-પરિસ્થિતિ ના કથળે તે જોવા વિનંતી કરી હતી.