-
Today 16-05-2025 07:11:pm
નખત્રાણા નાગલપુર ફાટક પાસે ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજના સમુહ લગ્નમાં સંત રામગીરી બાપુ પર થયેલ જીવલેણ હુમલા સંબંધે આ ઘટનામાં બેદરકારો સામે કડક કાર્યવાહી કરવા રેલી સ્વરૂપે સનાતન હિંદુ સર્વ સમાજ દ્વારા પાઠવવામાં આવ્યુ હતુ.કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા સમક્ષ આરોપીઓ તેમજ જવાબદારી સામે કડક કાર્યવાહી ની માંગ કરવામાં આવી હતી આ નિમિતે યોજાયેલી વિશાલ રેલીમાં ઉપસ્થિત સંતો મહંતોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે નખત્રાણા સમૂહ લગ્ન મધ્યે દશનામ અખાડાના સંત પરમ પૂજ્ય સંત શ્રી 108 રામગીરી બાપુ ગુરૂ જગતગુરુ મહેન્દ્રજી મહારાજ ઉપર રમણીક શાંતિલાલ ગરવા એડવોકેટ વિશાલ પંડ્યા તથા અન્ય પાંચ જેટલા સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરેલ છે આ ઘટનાને વખોડી એક સંત પર થયેલ આ હુમલા સંબંધે સર્વે સનાતન હિન્દુ સમાજના આગેવાનો સંત સમાજ તરીકે વિશાળ સંખ્યામાં હિન્દુ સમાજ તથા સનાતન સમાજ વતી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નના આયોજન પહેલા કરવા ગુરુ બ્રાહ્મણ સમાજ પશ્ચિમ વિભાગના લેટર હેડ પર લેખિતમાં આ બનાવ અંગે 9.5. 2025 ના લેખિતમાં શંકા સાથે રજૂઆત કરેલ પોલીસે અરજી અરજી અનુસંધાને નિવેદનો લઇ બંદોબસ્ત જાળવવા 17 જેટલા સ્ટાફની જવાબદારી નક્કી કરી છતાં ફક્ત પાંચ થી સાત જેટલા કર્મચારીઓ હાજર રહેલા તેથી બાકીના જવાબદાર પોલીસ કર્મચારીઓની બેદરકારી સંબંધે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મુખ્ય આરોપીઓ રમણીક ગરવા તેમજ વિશાલ પંડ્યા ઉપર અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક કેસ નોંધાયેલા છે તેથી પાસા તળે તથા જિલ્લા હદ પાર ની કાર્યવાહી ની માંગ કરવામાં આવી છે આ બનાવ બન્યા પછી ત આજ દિન સુધી વિશાલ પંડ્યા તથા દિલીપ ગરોડા ઉર્ફે દિપક નામના હુમલાખોરો ફરાર છે અને બાપુના કુકમા આશ્રમ પર પુન જીવલેણ હુમલો કરે તેવી પૂરી શક્યતા છે હુમલાકારોના મુખ્ય સૂત્રધાર રમણીક ગરવાના રિમાન્ડ કે રી-કન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા કરાયું નથી જે બાબત ગંભીર ગણાય છતાં કરવામાં આવી નથી ઉપરાંત પોલીસ મથકમાં રમણીક ગરવાની અટક વખતે તેમની આસપાસ અને પોલીસને ભલામણ કરવા પીઆઇ સાહેબની ચેમ્બર સુધી વકીલની વ્યવસ્થા માટે સતત વ્યસ્ત રહેતા અસામાજિક તત્વો તથા હુમલાખોરોની તરફેણમાં આવેલ લોકોની કોલ ડીટેલ અને લોકેશન ટ્રેસઆઉટ કરી પૂજય બાપુ પર કરાયેલા હીચકારા હુમલામાં કાવતરા કરનારાઓની ભૂમિકા સબંધે સઘન તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ધીરજ ગરવા , મંત્રી શ્રી ગરવા સમાજ કુકમા દ્વારા કરવામાં આવી છે આ જીવલેણ હુમલાના મુખ્ય આરોપી રમણીક શાંતિલાલ ગરવા કચ્છમાં અનેક લોકો ઉપર ખોટી એટ્રોસિટી કરી કરાવી સામાજિક વાતાવરણ બગાડેલ છે ઉપરાંત સોશિયલ મીડિયામાં ગૃપોમાં ખોટા મેસેજ નાખી બ્લેકમેલ કરી અને એક ન્યુસન્સ તરીકે સામાન્ય પ્રજાને સતત કનડગત કરેલ છે તેઓના શેરડી ગ્રામજનો એક જ સંબંધે ફરિયાદો આપેલ છે જે પણ ધ્યાને લેવામાં આવે તેવી માંગ સાથે સર્વ સમાજના સંતો મહંતો તમામ જ્ઞાતિ સમુદાયના આગેવાનો મહિલા મંડળ યુવક મંડળ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી એવું રામગિરિબાપુ ની યાદી માં જણાવ્યું હતું