-
Today 04-08-2025 01:34:pm
પૂર્વ કચ્છમાં ગુનેગારી દિવસે અને દિવસે વધી રહી છે ત્યારે એક કિશોરી સાથે અત્યંત હિચકારો જાતીય અત્યાચારનો બનતા ચકચાર મચી જવા પામી છે. અંદાજે 15 થી 18 વર્ષની વયના કિશોર અને કિશોરી સુરેશ સમયે શનિ મંદિરથી શિણાય તરફ જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે યુવાનોએ તેમને ઉપાડી લીધા અને યુવતી પણ જાતીય અત્યાચાર ગુજાર્યું. ગુનાનો ભોગ બનનાર કિશોરી તેના પરિચિત કિશોર વયના યુવક સાથે મોડી સાંજે શનિદેવ મંદિરથી શિણાય તરફ જતી હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા બે અજાણ્યા યુવકોયે તેમને ઉભા રાખ્યા હતા અને પછીથી બળજબરીપૂર્વક પોતાની સાથે લઈ ગયા હતા આ બંને યુવકોએ કિશોર અને કિશોરીને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપીને અલગ અલગ બાઈક પર પોતાની પાછળ બેસી જવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ કિશોરીને પોતાની પાછળ બેસાડીને લઈ ગયેલા શકશે અવાવરું જગ્યાએ પહોંચીને કિશોરી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને હિચકારી રીતે તેને પરેશાન કરી હતી. ભોગ બનનાર કિશોરીએ પૂરી તાકાતથી આ યુવકનો પ્રતિકાર કર્યો હતો . આ ગુનાખોર માનસ ધરાવતા વ્યક્તિએ કિશોરીને ધમકી આપી હતી કે જો તે તાબે નહીં થાય તો તે તેના અન્ય દોસ્તોને બોલાવીને તેની પૂરી વલે કરશે જેના કારણે કિશોરી ખૂબ જ ગભરાઈ ગઈ હતી. ગુનો આચરિયા બાદ આ યુવકે કિશોરીને ધાક ધમકી આપીને ફરીથી પોતાના બાઈક પર બેસાડી હતી અને પછીથી હાઇવે પર તેને છોડીને નાસી ગયો હતો બીજી બાજુ કિશોરને લઈને ગયેલા અજાણ્યા વ્યક્તિ સાથે ઝપાઝપી કરીને કિશોરે તેને હેઠો પાડીને તેની પાસેથી મુક્તિ મેળવી હતી. આ ચક્કચારી ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ફિટકાર વરસી રહ્યો છે. બીજી બાજુ સમગ્ર બાબત પોલીસ સુધી પહોંચતા પોલીસે તાત્કાલિક પગલાં ભરીને બંને અપરાધીઓને પકડી લેવા માટે શિકજો કસ્યો છે અને અત્યંત આધારભૂત વર્તુળોમાંથી મળતી માહિતી પ્રમાણે ગુનેગારો હાથ વેંતમાં છે. બીજી બાજુ કિશોરીને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી છે અને તેનું પરીક્ષણ કરીને એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.