-
Today 04-08-2025 01:37:pm
ભુજ તાલુકા માં આવેલ અજરખ ના કારીગરોનો ગામ અજરખપુર ગામે અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠન અને સંઘવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ભુજ ના સહયોગ થી ગત રવિવારે પ્રાથમિકશાળા અજરખપુર મા રાહતદરે નિદાન કેમ્પ યોજાયો હતો તેમાં અજરખપુર અને આજુ બાજુ ના ગામોના લોકોએ નિદાન કરાવી સેવાનો લાભ લીધો હતો. સંઘવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ભુજ ના (ઓર્થોપેડીક)ડૉ.ઉમંગ સંઘવી,એમ.ડી.(પલ્મોનોલોજીસ્ટ) ડૉ.રૂપાલી મોરબિયા, (જનરલ સર્જન)ડૉ.સિદ્ધાર્થ સેઠીઆ, (એમ.બી.બી.એસ.,ડી.એ.,એફ.સી.સી.એસ.) ડૉ.રાહુલ ત્રિવેદી, (એમ.બી.બી.એસ.,એમ.ડી.બાળ રોગ નિષ્ણાંત)ડો.લહર જાદવ,એમ.બી.બી.એસ., ડી.ઓ.એફ.આઇ.સી.ઑ.(આંખ ના સર્જન) ડો.મૃગેસ શાહ,(ફિજીયોથેરાપિસ્ટ) ડૉ.ઉપાસના ચંદનાની,(દાત ના ડોકટર)ડૉ. નિકી આઇ. જોષી તથા નર્શિંગ સ્ટાફ ના જીતુભાઈ,જયશીકા હીરાની,કૃષ્ણા મિસ્ત્રી અને અન્ય સ્ટાફ દીપેશ જેઠવા અને મોહમ્મદ તુફેલ ખત્રી એ સેવા આપી હતી અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠન ના પ્રમુખ ડૉ.ઇસ્માઇલ ખત્રી,મંત્રી ઇબ્રાહિમ ઈશા ખત્રી,ખજાનચી દાઉદભાઈ ખત્રી એ સંઘવી મલ્ટી સ્પેસ્યાલીસ્ટ હૉસ્પિટલ ના ડોક્ટર્સ અને સ્ટાફ ને આવકાર્યા હતા અને અજરખ સ્ટોલ ઓઢાડી સન્મનિત કર્યા હતા. ડૉ.ખત્રી એ વિશેષ જણાવ્યું હતું કે સ્વાસ્થય બાબતે જાગૃત રહી સમયાંતરે નિદાન કરાવી લેવા જોઈએ.સ્વાસ્થય બાબતે સંભાળ એજ સુખી જીવનનું પ્રથમ પગથિયું છે.સમયાંતરે આવા મેડિકલ કેમ્પ ના કાર્યક્રમો યોજાતા રહે તેવી પ્રતિબદ્ધતા સંગઠન ના દરેક સભ્યોએ વ્યક્ત કરી હતી. ગ્રામ પંચાયત ના સભ્ય સિકંદરભાઇ, કાદરભાઇ,ગુલમામદભાઇ,સિધિકભાઈ, અબ્બાસભાઈ,અબ્દુલરહિમભાઈ, અને નાશિરમામદે પોતાનો કીમતી સમય ફાળવ્યો હતો. (એસ.એમ.સી.અજરખપુર) ના પ્રમુખ અલ્તાફભાઇ ખત્રી,શિક્ષક આશિષ દામાણી, વિક્રમભાઈ અને સમગ્ર શાળા પરિવાર, ધો.૮ ની વિધાર્થિનીઓ એ કાર્યક્ર્મ ને સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્યું હતું આભાર વિધિ આશિષ દામાણી એ કરી હતી.