-
Today 04-08-2025 01:34:pm
ભુજમાં છત્રા ફળિયામાં રહેતા સકીનાબેન ફકીર મામદ કુંભાર નામના 75 વર્ષના વૃદ્ધાએ તેની પુત્રવધુ આયસુબાઈ, પોત્ર આફતાજ અને પૌત્રવધુ રેહમત સામે એ ડિવિઝન પોલીસમાં અરજી આપી છે કે 11 તારીખના રોજ ઘરે ઝઘડો થતાં આ ત્રણેય સાથે મળીને તેમના પુત્ર અબ્દુલ્લા ને ઢોર માર્યો હતો જેના કારણે તેનું મૃત્યુ થયું. ત્યારબાદ પુત્રને દફન પણ કરી દેવામાં આવ્યો પરંતુ હવે આ બાબતે કળ વળતા વૃદ્ધ માતાએ પોલીસ સમક્ષ ન્યાય માટે ઘા નાખતા સમાજમાં ચકચાર મચી જવા પામી છે. સકીનાબાઈએ લખાવેલી ફરિયાદ મુજબ તારીખ 11, 7 ના રોજ તેઓ ઘરમાં હાજર હતા ત્યારે તેમના પુત્ર અબ્દુલ્લા એ પુત્ર આફતાજ ને હવે થી લાઈટ બિલ તુ ભરજે એવું કહેતા અફતાજ તેને અવગણીને રૂમમાં ચાલ્યો ગયો હતો તેથી અબ્દુલ્લા ગુસ્સે ભરાઈને કુહાડી લઈને તેની પાછળ ગયો હતો પરંતુ આ દરમિયાન આઈસુ બાઇ અને રહેમતે અબ્દુલ્લા ને પકડીને ખૂબ માર માર્યો હતો અને અબ્દુલ્લા ના હાથમાથી કુહાડી ઝૂંટી લીધી હતી. અબ્દુલ્લા મુઢ મારના કારણે પડી જતા સકિનાબાઈ ડોક્ટરને બોલાવવા દોડી ગયા હતા. તેઓ પરત આવ્યા ત્યારે તેમને ઘર ખાલી જોયું અને તેમને ખબર પડી. થોડીવાર બાદ તેમની દીકરી તેમની પાસે આવ્યા અને અબ્દુલ્લા મરણ પામ્યો હોવાનું જણાવતા તેમના પર આભ તૂટી પડ્યું હતું. જોકે આઠ દિવસે આઘાત ની કળ વળતા તેમણે પોલીસ સમક્ષ સમગ્ર કિસ્સો વર્ણવીને ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી છે અને રૂબરૂ તમામ હકીકત જણાવી છે. એક વૃદ્ધ માતાએ પોતાનો પુત્ર ગુમાવ્યા ની સાથે સાથે પોતાના પૌત્ર અને કુટુંબીજનો પણ ગુમાવ્યા હોવાનું દુઃખ છે ત્યારે તેમણે પોલીસ અને તંત્ર સામે ન્યાય માટે ઘા નાખતા આ સમગ્ર કિસ્સો સમાજ માટે લાલબત્તી રૂપ બન્યો છે તો બીજી બાજુ ચર્ચાની એરણે ચડ્યો છે