-
Today 04-08-2025 01:45:pm
શાળા પ્રવેશ ઉત્સવ નાં બહિષ્કાર બાદ 150 થી વધુ વિદ્યાર્થીઓ શાળા છોડવા મજબૂર આજે વિધ્યાર્થીઓ વાલીઓ એ સાથે મળીને સામુહિક શાળા બહિષ્કાર કરવા મજબૂર થવું પડ્યું. ભુજ તા ૨૯ કચ્છ જિલ્લા નાં ભુજ તાલુકાના ખાવડા રોડ પર આવેલ ભારત નગર ની પ્રાથમિક શાળા ના અંદાજે ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ શાળા ની માંગણી ન સંતોષાતા શાળા છોડવા મજબૂર થયા હોવાનું આજે અહીં શિક્ષણ અંગે ચિંતિત વિસ્તારનાં સામાજિક કાર્યકર સિકંદર અલાના સુમરા દ્વારા જણાવવામાં આવ્યું હતું સિકંદર ભાઈ દ્વારા આજથી ૨૨ દિવસ અગાઉ આ બાબતે ચિંમકી આપવામાં આવી હતી અને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરવામાં આવેલ એક મેસેજ માં જણાવવામાં આવ્યું હતું કે એકાદ વર્ષ થી રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી પરિણામે ૧૫૦ થી વધુ વિદ્યાર્થીનીઓ માંગણી મુજબ ની શાળા ન મળતા આજે અભ્યાસ નેં અલવિદા કરી રહ્યા છિયે આ અંગે શહેરી જન સંઘર્ષ મંચ ના સંસ્થાપક મહમદ લાખા દ્વારા જણાવવામાં આવેલ કે હવે કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગના તાયફા અને લોલમલોલ બહાર આવી રહ્યા છે બે જેટલા સ્થળોએ વિધ્યાર્થીઓ દ્વારા કાયમી અને પુરતા શિક્ષકોની માંગણી માટે જાહેરમાં પ્રદર્શન કરવામાં આવેલ જ્યારે ભુજ તાલુકાના આંબેડકર નગર પ્રાથમિક શાળા માંથી સામુહિક રીતે ડ્રોપ આઉટ થયું છે. સિકંદર ભાઈ સુમરા અને મહમદ લાખા દ્વારા જણાવવામાં આવેલ કે સામુહિક રીતે શાળા છોડવા નો કચ્છ જિલ્લાનો આ પ્રથમ ઘટના બની હોવાનું જણાઈ આવે છે ભારતનગર પુલ પાટિયા ગામ છેલ્લા ૬ વર્ષથી સતત સ્વતંત્ર પ્રાથમિક શાળાની માંગણી કરી રહ્યું છે. આજે ગામમાં ૨૦૦ કરતા વધુ બાળકો ધોરણ 1 થી ૮ માં અભ્યાસ કરતા હોવા છતાં, તેઓને યથાયોગ્ય શૈક્ષણિક માહોલ પ્રાપ્ત નથી. વર્તમાન સ્થિતિમાં, ગાઢ અવ્યવસ્થિત પતરા‑જાળવેલા હંગામી વર્ગખંડમાં ૨૦૦ થી વધુ બાળકો શ્રી આંબેડકર પ્રાથમિક શાળા” દ્વારા ચાલતા પેટા‑વર્ગમાં અભ્યાસ કરતા હતા, જે હાલ ૬ વર્ષથી કોઈ સુધારા વગર ચાલુ હતું. ૨ કિ.મી. દૂર એવી આ શાળા ભુજ ખાવડા મુખ્ય ધોરી માર્ગ પર હોતા અને નાના બાળકોને ત્યાં સુધી પહોચાડવા અકસ્માત જેવા ગંભીર પરિણામો ની શક્યતા આવી રહી છે. આથી, શિક્ષણના અધિકાર માં અવરોધ ઊભો થયો છે. અમે આ બાબત અંગે તલાટી, BRC, TPEO, DPEO, DDO ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી તથા રાજ્ય કક્ષાએ અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. છતાં આજદિન સુધી કોઈ સકારાત્મક નિર્ણય ન આવતાં આજે સામુહિક શાળા બહિષ્કાર કર્યો છે. અમારી મજબૂરિ છે કે જો ચાલુ શૈક્ષણિક સત્રમાં નવી સ્વતંત્ર શાળાની મંજૂરી મળતી નથી, તો અમે બધા વાલીઓ એક સંઘઠિત, શાંતિપૂર્ણ, ગાંધીચિંધ્યા માર્ગે તમામ ૨૦૦ વિધાર્થીઓને ડ્રોપ આઉટ કરી અને કચ્છના શિક્ષણનો કાળો દિવસ નું આંદોલન કરીશું. અમારો માત્ર અભિપ્રાય છે – પ્રત્યેક બાળકને યોગ્ય શિક્ષણનો અધિકાર અને શાંતિપૂર્ણ માહોલ. અપેક્ષા રાખીએ છીએ કે આપના દ્રઢ હસ્તક્ષેપ દ્વારા આ મુદ્દા પર અધિકૃત, ઠોસ, અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે તેમ તેઓની યાદીમાં જણાવાયું છે.