-
Today 04-08-2025 01:40:pm
મુન્દ્રા ના યુવાનો એ શિક્ષણ ક્ષેત્રે સર્વોત્તમ સંસ્થા આપવાની નિયત સાથે એક સપનું જોયું કે હવે સાકાર થવા જઈ રહ્યું છે. આ શિક્ષણ સંસ્થા શહેરના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે, જે ખાસ કરીને શિક્ષણથી વંચિત બાળકોને ગુણવત્તા પૂર્ણ શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ પૂરી પાડશે. અલ ફતેહ એકેડમી ની પાયાવિધિ મુસ્લિમ ધર્મગુરુ પીર સૈયદ હુસેન્નશા હાજી અહેમદશા ફરઝંદ એ મુફ્તી એ કચ્છ, પીર સૈયદ અલી અહમદશા શાહવલી કાદરી પેશ ઇમામ શાહ મુરાદ બુખારી મસ્જિદ, તથા પીર સૈયદ કાસમશા અભામિયાં સીનુંગ્રા વાળાના હસ્તે યોજાશે આ પાયા વિધિના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી, અનિરુદ્ધ ભાઈ દવે ધારાસભ્ય માંડવી મુન્દ્રા, સાધ્વી શીલાપીજી મહારાજ વીરાયતન વિદ્યાપીઠ, કૃષ્ણ જીવન દાસજી સ્વામી કોડાય ગુરુકુળ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી, મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા, મુન્દ્રા બારોઈ નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોશી, તથા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે તારીખ 3 ઓગસ્ટ 2025 સવારના 10 કલાકે અલ ફતેહ એકેડમી કેમ્પસ, કિંગ એમ્પાયર ની પાછળ, ડાક બંગલોની બાજુમાં મુન્દ્રા કચ્છ ખાતે, તમામ સ્થાનિક નાગરિકો અને માધ્યમોને આ કાર્યક્રમમાં હાજરી આપવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ હનીફભાઈ જત એ જણાવ્યું હતું કે મુન્દ્રા ના યુવાનો એ એક સપનું જોયું હતું જે હકીકત બનવા જઈ રહ્યું છે.સિકંદર જેવો સિકંદર પણ દુનિયા માં ખાલી હાથે આવ્યો દુનિયા જીતી અને તેને પણ ખાલી હાથે જવું પડ્યું તો આપડી પાસે ખૂબ દૌલત છે જેને આપડે સારી જગ્યાએ વાપરવી જોઈએ અને તે વિચારમાંથી જ આ એકેડમી નું સ્વપ્ન શરૂ થયું. દૌલત ને સમાજ ના સારા કામ માટે વાપરવી એવી નિયત કરી.યુવાનો સાથે આવ્યા અને દસ કરોડની જમીન ખરીદી જેના પર ટૂંક સમયમાં એક નમૂનેદાર શાળા સંકુલ ઉભી થવા જઈ રહ્યું છે. આ અંગ્રેજી માધ્યમની શાળામાં ગરીબ અમીર સૌ કોઈ ને શિક્ષા મેળવવાનો હક મળશે.યતીમ મિસ્કીન બાળકો ને મફત શિક્ષણ આપવાની નિયત છે તો જે ભરી શકે તે યોગ્ય ફી ભરીને શ્રેષ્ઠ શિક્ષણ ઘર આંગણે મેળવે એવી આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થામાં સી બી એસ સી નો પાઠ્યક્રમ રાખવામાં આવશે અને સર્વોત્તમ શિક્ષણ આપવા પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે એવું અલ ફતેહ એકેડમી વતી હનીફભાઇ જત એ જણાવ્યું હતું. આ એકેડમી ની સૌથી સારી બાબત એ રહેશે કે અહીં તમામ સમાજ ના બાળકો પ્રવેશ આપવામાં આવશે. અલ ફતેહ એકેડમી સાથે જોડાયેલા શિક્ષક યુસુફભાઈ ખત્રી, યસ ફાઉન્ડેશનના સુલતાન ભાઈ તુર્ક, યસ ગ્રીનના રફીક ભાઈ તુર્ક, અહેમદ રજા સૈયદ, એડવોકેટ ઇમરાનભાઈ મેમણ, રબ્બાની ભાઈ જત, અને આ આયોજનમાં ખડે પગે રહેનારા પંકજ ભાઈ રાજગોર વગેરે આ તકે હાજર રહ્યા હતા. અલ ફતેહ એકેડમી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે, શિક્ષણ અને તાલીમની સુવિધા પૂરી પાડશે તેવી નેમ વ્યક્ત કરવામાં આવી હતી.