-
Today 04-08-2025 03:46:pm
આમિર ખાન ફરી એક વખત ભુજ પાસેના પ્રસિદ્ધ ગામ કુનરીયા આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે ઓસ્કાર નોમિનેટેડ પોતાની ફિલ્મ લગાનનું શૂટિંગ કર્યું હતું આ વખતે તેઓ પોતાની સાથે માત્ર જૂની યાદો જ નહીં પરંતુ નવી બ્લોકબસ્ટર ફિલ્મ સિતારે જમીન પર ની ખાસ સ્ક્રીનીંગ અને વાર્તા કહેવાના એક નવા અંદાજ ની પણ લાવ્યા. આમિરખાને સિતારે જમીન પર ફિલ્મની સ્પેશિયલ સ્ક્રિનિંગ કુનેરીયા ગામમાં રાખી અને શાળાના બાળકો તેમજ સ્થાનિક લોકો સાથે તેમને જમીન પર બેસીને આ ફિલ્મ નિહાળી. આમિર ખાન આમ લોકોનો ખાસ સ્ટાર છે, એ ખરેખર સિતારો છે એ વાત તેને એક નવી પહેલ કરીને સાબિત કરી આપી છે જેનો લક્ષ્ય એ છે કે સિનેમા ને લોકોથી વધુને વધુ નજીક લાવવું છે. હાલ જ્યારે મલ્ટિપ્લેક્સ માં એક ફિલ્મ જોવા માટે કમ સે કમ એક વ્યક્તિને 300 થી 500 રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે ત્યારે તેમણે સામાન્ય માણસ પણ પોતાના ઘરે અથવા મોબાઈલ પે પર વ્યુ મોડલ લઈને આવ્યા છે જેના કારણે ઓગસ્ટ મહિનાથી જ youtube પર તમે ફિલ્મ નિહાળી શકશો અને આમિરખાને તેને ગૌરવ પૂર્વક જનતાનું થિયેટર એવું નામ આપ્યું છે . આ અંગે વાત કરતા આમિરે કહ્યું કે આ રીતે જ્યાં મલ્ટિપ્લેક્સ કે સિનેમા હોલ નથી ત્યાં પણ દૂર ના ગામડાઓમાં અને અંતરિયાળ વિસ્તારોમાં પણ લોકો સુધી ફિલ્મ અને મનોરંજન પહોંચે અને અને સૌ કોઈ સમાન રીતે તેનો લાભ ઉઠાવી શકે