-
Today 03-03-2026 08:04:am


યુનિટી ઓફ ઇન્ડિયાની થીમ પર તૈયાર કરાયેલ ભારતની સંસ્કૃતિને દર્શાવતી કૃતિઓની સાથે લીંપણ અને કચ્છી ક્રાફ્ટની થીમ પર બનાવાયેલો ભારતનો નકશો તેમજ ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ શબ્દો લખેલી ગુજરાતી બાંધણી સહિત વિવિધ 16 વસ્તુઓ લઈને ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુકલા એ “એક્ઝિયોમ મિશન-4” હેઠળ અવકાશ યાત્રા પૂર્ણ કરિ હતી NIDના વિદ્યાર્થી પૃથુ ચિત્રે અને શાનિકા જોશી એ આ કૃતિઓ તૈયાર કરવામાં યોગદાન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છની બાંધણી દેશ- વિદેશમાં પ્રખ્યાત છે અને આપણી બાંધણીની ભાત નોખી અનોખી છે આપણી સંસ્કૃતિ ની જેમ જ રંગ રંગીલી આપણી બાંધણી મન મોહી લે છે ત્યારે કચ્છની પ્રખ્યાત બાંધણી કળા અવકાશ સુધી પહોંચી છે એ સૌ કચ્છીજનો માટે અત્યંત ગૌરવની વાત છે. આ અંગે કચ્છ મોરબી ના સાંસદ વિનોદ ચાવડા એ ગૌરવ સહિત સમગ્ર કચ્છીજનો ને અભિનંદન પાઠવતા આ સમાચાર સોશીયલ મીડિયા પર આપ્યા હતા.