-
Today 10-10-2025 08:03:am
પૂર્વ કચ્છના મહિલા અગ્રણી એવા સલમાબેન સુલેમાનભાઈ ગંઢ દ્વારા મીડિયા સમક્ષ વ્યથા ઠાલવવામાં આવી હતી કે તેમના દીકરાની વહુ વારંવાર ફિનાઈલ ના કોગળા કરી આત્મહત્યા કરતી હોવાનું નાટક કરે છે અને આ રીતે સાચા ખોટા કેસ કરીને તેમને માનસિક ત્રાસ આપે છે સલમાબેન એ ખૂબ જ દુઃખી થઈને જણાવ્યું હતું કે તેમના દીકરાની વહુના કારણે તેમને પોતાના પુત્રથી પણ અલગ થવાનો વારો આવ્યો છે આ અંગે તેમણે પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી છે અને તેમની દીકરાની વહુ દ્વારા વારંવાર કરવામાં આવતા આત્મહત્યાના નાટક અને પોલીસ કે તેઓ એટલી હદે કંટાળી ગયા છે કે તેમણે તંત્ર સમક્ષ ન્યાય માટે ઘા નાખી છે પોલીસ તંત્ર આ અંગે તપાસ કરે અને કોઈ નીવેડો લાવે તે પૂર્વે જ તેમણે પુત્ર અને પુત્રવધુ થી તમામ સંબંધ તોડી નાખ્યા હોવાની મીડિયામાં જાહેરાત અત્યંત દુઃખી હૃદયથી કરી હતી તેમણે કહ્યું કે હવે તેમના દીકરાની બહુ કંઈ પણ કરે તેના માટે તેઓ જવાબદાર નથી અને તેઓ પોતાની રીતે અલગ રહે છે દીકરાનો પરિવાર અલગ રહે છે જેના કારણે હવે કાંઈ પણ વસ્તુ બને તેના માટે તેમને જવાબદાર ના ઠેરવવામાં આવે પુત્રવધુના પરિવારજનો પણ તેમને ત્રાસ આપતા હોવાની વાત કરીને તેમણે કહ્યું કે દીકરીને સમજાવવાના બદલે તેઓ હંમેશા દોડી આવે છે અને પુત્રીનો પક્ષ લે છે તેથી હવે તેઓ કંટાળી ગયા છે અને કોઈ જ સમસ્યામાં પડવા નથી માંગતા અને પોતે અલગ રહેશે સલમાબેન ગંઢ પૂર્વ કચ્છના સામાજિક અને રાજકીય મહિલા અગ્રણી છે અને પારિવારિક કલેશના કારણે તેમના સામાજિક અને રાજકીય જીવન પર પણ નકારાત્મક અસર પડી રહી છે જેના કારણે તેમણે પુત્ર અને પુત્રવધુ સાથે તમામ પ્રકારના સંબંધ તોડવાની મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી