-
Today 10-10-2025 08:03:am
કચ્છના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ભવ્ય અને દિવ્ય નવરાત્રિનું આયોજન થવા જઈ રહ્યું છે. જ્યાં એક સાથે ગ્રાઉન્ડને ફરતે નવ દુર્ગાના નવ સ્વરૂપના નવ મંદિરો ઉપરાંત નાનીનાની બાલિકાઓને નવદુર્ગાના સ્વરૂપમાં જોવા મળશે તેમજ રાષ્ટ્રીય કક્ષાની સાઉન્ડ સિસ્ટમ સાથે ભક્તિમય વાતાવરણ વચ્ચે સૌ ખેલૈયાઓ ઝુમવાના છે. તારીખઃ ૨૧/૦૯ થી ૦૧/૧૦ દરમ્યાન યોજાનારા આ મહોત્સવની એન્ટ્રી ભવ્ય બનાવવામાં આવી છે. ભવ્ય મહેલની અંદર પ્રવેશતા હોઈએ એવી અનુભૂતિ થશે. પ્રવેશ લેનાર દરેક નાગરિકને બાલિકાઓ દ્વારા કંકાવટી દ્વારા તિલક કરવામાં આવશે. આજે પ્રથમ દિવસે સવારે ૯ થી ૧૧ દરમ્યાન કચ્છના આમંત્રિત ગાદીપતિ, સંતો મહંતોના વરદ હસ્તે મહોત્સવના પ્રાંગણમાં આવેલા નવ દુર્ગાના દરેક મંદિરોમાં સ્થાપન વિધિ, આશાપુરા માતાના મઢમાં હોય એવી સ્થાપન વિધિ સાથે હવન અને પૂજા અર્ચના કરવામાં આવશે. અહીં પરંપરાગત પહેરવેશ પર પણ ભાર મુકવામાં આવ્યો છે. ટ્રેડિશનલ ડ્રેશથી પ્રવેશ મેળવનારા ખેલૈયાઓને મેદાનમાં રમવા ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે . ભવ્ય મહેલ જેવો સેટ રસ્તા પરથી પસાર થતા લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દરેક પ્રવેશ પર મેટલ ડિટેક્ટર અને ૯૫ જેટલા સુરક્ષા જવાનો નિશ્ચિન્ત બની ગરબે રમવા પ્રોત્સાહિત કરશે. ફરતે સુરક્ષિત બાઉન્ડરી વોલ પર પણ માતાજીઓના ચિત્રો ધાર્મિક વાતાવરણમાં ઉમેરો કરશે. ભુજ કે ભુજ બહારથી આવતા ખેલૈયાઓ માટે ચેજીંગ રૂમની વ્યવસ્થા કરાઈ હોવાનું મેનેજર રૂપેશભાઈ ટાંકે જણાવ્યું હતું. આ પ્રકારની સુવિધા અન્ય કોઈ નવરાત્રિમાં જોવા ન મળતી હોવાનું પણ તેમને ઉમેર્યું હતું. આજે ગરબા મંડળો માટે ખાસ કોમ્પિટિશન રાઉન્ડ તેમજ આવતીકાલે ડાન્સ ગ્રુપ વચ્ચે કોમ્પિટિશન રાઉન્ડ રાખવામાં આવ્યો છે. જે માટે રજીસ્ટ્રેશન કરાવનારને ફ્રીમાં એન્ટ્રી મળશે.