-
Today 03-03-2026 08:06:am

આજે સવારે ઢોરીગામ માં એક યુવતી ની અત્યંત ખરાબ હાલતમાં મોઢું છુંદેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર વ્યાપી જવા પામી હતી. સવારે 11:00 વાગ્યા આસપાસ બનેલા બનાવના પગલે ગામમાં ખબર ફેલાતા યુવતીના ભાઈએ યુવતીને ઓળખી કાઢી હતી અને સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો જેમાં એક આહિર યુવાને પ્રેમમાં અંધ બનીને કુંભાર સમાજની યુવતીને જાનથી મારી નાખી હોવાનો ખુલ્યું હતું. ઢોરી ગામની ઝરીના દાઉદ કુંભારના લગ્ન નિરોણા થયા હતા પરંતુ મનમેળ ન આવતા તે પતિથી અલગ થઈને પિયરમાં રહેતી હતી. પરિવારજનો એ તેના ફરીથી લગ્ન કરવાનું વિચાર્યું હતું અને આ અંગે વાતચીત ચાલી રહી હતી ત્યારે આહિર યુવાને તેની હત્યા કરી નાખતા સમગ્ર મામલો ગુચવાયો છે. એસસી એસટી સેલના ડીવાયએસપી એમ જે ક્રિસ્ટિયાન એ જણાવે પ્રમાણે ઝરીનાની હત્યા ગામના જ હરેશ ગાગલ આહીર નામના યુવાને કરી હોવાનું ખુલતા તેને પકડી લેવામાં આવ્યો છે. ચર્ચાતી વિગતો મુજબ ઝરીના સાથે હરેશ આહીરને પ્રેમ થઈ ગયો હતો અને ઝરીના એ જ્યારે તેને એમ કહ્યું કે તેના પરિવારજનો તેના લગ્ન અંગે વિચારી રહ્યા છે અને તેના લગ્ન થવાના છે આ બાબતથી ગુસ્સે ભરાઈને હરેશ આહિરે પથ્થર વડે તેની હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે પરેશ આહીરને પકડ્યો છે પરંતુ તેની સાથે અન્ય લોકો પણ જોડાયેલા હોય તેવી શક્યતા સમાજના લોકોએ વ્યક્ત કરી છે પોલીસ આ બાબતે ઊંડી તપાસ હાથ ધરશે આ દરમિયાન ઝરીનાના મૃતદેને ભુજ જીકે જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.