-
Today 03-03-2026 08:06:am


મતદાન યાદી અંગે એસ.આઇ.આર નો પ્રથમ મુસદ્દો તૈયાર થઈ ગયો છે અને એ અંદાજ પ્રમાણે કચ્છમાંથી ૯૫ હજાર નામ યાદીમાંથી ઓછા થઈ ગયા છે. જો આ આંકડો સાચો હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળશે મતદાર સૂચિ ની વાત કરીએ તો કચ્છમાં પોણા ભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને ૧૬.૯૦ લાખ મતદારો માંથી અંદાજે ૧૨ કલાક જેવા મતદારો નો ડેટા ઓનલાઇન અપડેટ કરી દેવાયો છે. ૭૫% કામગીરી પૂર્ણતાના આરે છે ત્યારે ૧૬.૯૦ લાખ મતદારોને આવરી લેવાયા છે જેમાંથી ૧૧,૭૯, ૪૭૫ લોકોનો ડેટા ઓનલાઇન ચડી ચૂક્યો છે. આમાંથી ૯૫ હજાર નામ કમી કરાયા છે . ૩૩૮૮૩ નામ એવા લોકોના છે જે મરણ પામ્યા છે આ તમામ નામ રદ કરવામાં આવશે. કચ્છ વિધાનસભા મત ક્ષેત્રની વાત કરીએ તો સૌથી વધુ નામ કમી ગાંધીધામ વિધાનસભા ક્ષેત્રમાં થયા છે . જ્યારે ત્યાર પછીના ક્રમે રાપર અબડાસા ભુજ અંજાર અને માંડવી નું નામ છે. ગાંધીધામ વિધાનસભામાં ૩૨૦૪૫ મતદારો,રાપરમાં ૧૭૯૭૧ મતદારો,અબડાસામાં ૧૫૨૦૩ મતદારો, ભુજમાં ૧૧૫૦૨ મતદારો , અંજારમાં ૧૦૦૭૩ અને માંડવીમાં ૮૯૮૯ મતદારો ના નામ કમી કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં હજુ પણ પાંચ લાખ થી વધુ લોકોનું ડિજિટાઇઝેશન બાકી છે જે કામગીરી આવનારા થોડા સમય માં પૂર્ણ કરી લેવામાં આવશે .