-
Today 03-03-2026 09:39:am


નખત્રાણાના મુરુ ગામના યુવાન રમેશ મહેશ્વરી લાપતા થયા ની સાધારણ એવી ફરિયાદને અત્યંત ગંભીરતાથી ચકાસતા નખત્રાણા પોલીસે એક ચોકાવનારા ક્રાઈમ પરથી પડદો હટાવ્યો છે. 2 ડિસેમ્બરના રોજ રમેશ મહેશ્વરી લાપતા થયો હતો લાપતા થયો હતો. મુરુ ગામનો રમેશ તેમના મિત્ર કિશોર સાથે તેની વાડીએ જમણવાર માટે ગયો પછી પરત જ નહોતો આવ્યો. આ યુવાન લાપતા થયાની પોલીસમાં જાણ કરવામાં આવ્યા બાદ કિશોરે જ રમેશ નો મોબાઇલ લાવીને પોલીસને અવળે રસ્તે ચડાવવાની પણ કોશિશ કરી હતી પરંતુ અંતે પાપ છાપરે ચડીને પોકારે એ ન્યાયે કિશોર જ રમેશની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું એક સમયે સાથે રમતા જમતા એવા મિત્રની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ કિશોરે રમેશના શરીરના કટકે કટકા કરીને અલગ અલગ બોરવેલ માં નાખી દીધા હતા અને ત્યાં સુધી કે જ્યાં તેને હત્યા નિપજવી તેની માટી ભરીને પણ એક જુનામાં નાખી દીધી જેથી હત્યા કર્યા અને કોઈ જ સગડ ન મળે. રમેશની મહિલા મિત્ર સાથે instagram પર સંપર્ક કરી પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતા કિશોર અને રમેશે અનેકવાર ટપાર્યો હતો જેના કારણે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો જો કે પછીથી સમાધાન થઈ ગયું હતું અને તેઓ વાડીએ એક સાથે જમવા ગયા હતા જેમાં તેમનો એક અન્ય સગીર વયનો મિત્ર પણ જોડાયો હતો. વાડીએ જઈને ફરી એક વખત પેલી મહિલા મિત્રો અંગે વાત નીકળી જેમાં બંનેનો ઝઘડો થયો અને રમેશ ને કિશોરે પાવડાના ઘા મારીને મારી નાખ્યો હતો. ત્યારબાદ ધાર્યા અને કુહાડીની મદદથી તેના અંગના કટકે કટકા કરીને વાડીમાં જ આવેલા કુવા તથા ત્રણથી ચાર બોરવેલમાં ફેંકી દીધા હતા અને ત્યારબાદ તે પણ પોલીસની સાથે મદદ કરતો હોય તેમ તપાસમાં લાગી ગયો હતો જોકે પોલીસે તપાસ કરતા કિશોર ભાંગી પડ્યો હતો અને પોતે કરેલા તમામ કૃત્યની કબુલાત કરી લીધી હતી . નખત્રાણા પોલીસની ટીમે એક સામાન્ય ગુમનોંધ અંગે ગંભીરતાથી તપાસ કરીને હત્યાનો મામલો સુલજાવ્યો તે બદલ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સંડાએ પણ સમગ્ર ટીમ ની પ્રશંસા કરી હતી.