-
Today 03-03-2026 09:37:am


સમાજમાં કોઈ સારું કામ થઈ રહ્યું હોય ત્યારે સૌ કોઈ સાથી હાથ બડાના ની નિયતથી આગળ આવે ત્યારે કેડી પોતે મંઝિલ બની જતી હોય છે. આવી જ હકીકત ભુજ ખાતે નિર્માણ પામી રહેલી શીફા હોસ્પિટલ દ્વારા સામે આવી રહી છે. કચ્છના મોટા ઉદ્યોગપતિઓ અને દાનવીરો પૈસા આપી રહ્યા છે જે તેમની ફરજનો એક ભાગ છે જેઓ તેઓ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે પરંતુ સાથે સાથે નાનકડા બાળકો પોતાની ખિસ્સા ખર્ચી ના પૈસા બચાવીને આપે છે તો માલધારીઓ કે બકરી ચરાવતા એવા નાના સમાજના છેવડાના લોકો પણ પોતાની ફરજ ચુકતા નથી અને પોતાનાથી બને તેટલી તમામ મદદ કરવા હોશે તૈયાર છે. આજે પચ્છમ આવેલા જુના અને તુગા ગામના લોકોએ લાખો રૂપિયાનું દાન આપીને સાબિત કરી આપ્યું કે સમાજમાં કે અલ્લાહની રાહમાં પૈસો આપવા માટે મોટા ઉદ્યોગપતિ થવું જરૂરી નથી પરંતુ મોટી નિયત હોવી ખૂબ જરૂરી છે
ભુજ તાલુકાના જુણા ગામ પંચાયત (પછમ વિસ્તાર) હસ્તક આવતા ગ્રામજનો દ્વારા ટ્રસ્ટની ભુજ મધ્યે નવા રેલ્વે સ્ટેશન સામે બની રહેલ હોસ્પિટલના નિર્માણ માટે એકત્ર કરેલ ફંડ રૂપિયા ૧૧,૫૦,૦૦૦/- ની રકમ ટ્રસ્ટીઓને અર્પણ કરેલ, ત્યારે શિફા હોસ્પિટલના ખાદીમ આદમભાઈ ચાકીએ મોલાના સુલેમાન મોહમ્મદી સાહેબને પુછ્યું કે આપનું ગામ નાનું અને લોકો જેઓ ખેતી તથા અન્ય મજુરી કામ કરતા લોકો છે, એટલી મોટી રકમ કઈ રીતે ભેગી કરેલ તેનું થોડું આહેવાલ આપો, ત્યારે મોલાના સાહેબ જણાવેલ કે અમોએ ખાલી એલાન કરેલ કે હોસ્પિટલ બની રહિ છે. તેનું કામ પૂર્ણ થવાના આરે છે અને તે ટૂંક સમયમાં ચાલુ થવાની છે ત્યારે આપણી માનવ માટે હોસ્પિટલ બની રહ્યી છે ત્યારે આપણી જવાબદારી છે, ત્યારે ગામના લોકો, અલગ અલગ વ્યક્તિઓ આવી અને પોતાની ૫૦ બકરીઓ આપેલ તેમજ કોઈએ વાછડા તો કોઈએ ભેંસ આપેલ, તેમજ ગામના તમામ લોકો ૨૦૦ થી માંડીને ૨૫૦૦૦ રૂપિયા સુધીનો દાન આપેલ છે. ત્યારે ટ્રસ્ટના ખાદીમોએ તેમને કહેલ કે તમારા ૧૧,૫૦,૦૦૦/- ની રકમ અમારા માટે કરોડોની રકમ જેવી છે. ત્યારે ટ્રસ્ટના તમામ ખાદીમો એકજ સૂરમાં કહેલ કે ટ્રસ્ટને આટલા નાના માણસો આવી રીતે ભચત કરી અને ફંડ આપતા હોય ત્યારે હવે આપની ફરજ થાય છે કે આવા તમામ મેડીકલને લગતા જરૂરીયાત મંદ લોકોને હોસ્પિટલ તથા ટ્રસ્ટ દ્વારા વધુને વધુ અને સારી સારવાર મળી રહે તે પૂરી પાડવાની આપણી જવાબદારી થાય છે. જુણા ગામની બાજુમાં આવેલ તુગા ગામના ગ્રામજનોએ ટ્રસ્ટીઓને બોલાવી તેમની પાસે એકત્ર થયેલ રકમ રૂપિયા ૨,૦૦,૦૦૦/- થી વધારે રકમ અર્પણ કરેલ, તે વખતે ગામના એક બુજર્ગ સિંધી ભાષામાં જણાવેલ કે ત્રણ વર્ષ અગાઉ જયારે હોસ્પિટલ બનાવવાની જાહેરાત થયેલ તે સમયે અમને એમ હતું કે હોસ્પિટલ બનશે નહિ કેમકે કરોડોની હોસ્પિટલ બની શકે? તે વખતે અમને લાગેલ કે પટેલ તથા અન્ય બહાર વસતા મોટા માણસોજ આવી હોસ્પિટલો બનાવી શકે આપણો સમાજ આવી હોસ્પિટલ બનાવી શકે નહી. પરંતુ અલ્લાહના કરમ કે આવી હોસ્પિટલ બની શકી. ઉકત બંને જગ્યાએ ફંડ લેવા માટે ટ્રસ્ટ વતી આદમભાઈ ચાકી, હાજી યુસુફભાઈ ખત્રી, ઈસ્માઈલ સાહેબ સોનેજી, હાજી સિધિક ત્રાયા, હાજી રશીદ અબ્દુલલતીફ ખત્રી, ઇશાકભાઇ હિંગોરા, મોલાના મુફતી હાજી ઈલીયાસભાઈ ખત્રી, જત હાજી ઈબ્રાહીમભાઈ તેમજ જુણા ગામના આગેવાનો સમા દાદા મોડ (માજી સરપંચ), સમા મીસરી સિધિક (સરપંચ જુણા), સમા રાહેબ અલુ, સમા સુલેમાન મામદ, સમા ઈબ્રાહીમ વિજાણી, સમા સકુર દિના, સમા પચાણ મલૂક (માજી સરપંચ), સમા હાસમ રાધા, સમા ઓસમાણ ઈશાક (માજી સરપંચ), સમા ઈસ્માઈલ જેસા, સમા અલી ઓસમાણ, મીયાઝી સાલે ઓસમાણ, ડાડા સંગ્રામ, હસન હાસમ, ઈસ્માઈલ જરાર જોયા, અલાના હાજી હભુ, ઈબ્રાહીમ આમદ હભલા, ગુલ સાધક જુસબ રાણા, જાકબ મામદ રહીમ,જુસબ માણસીંગ, સુલેમાન સાધક, ઈસ્માઈલ જીવણ, કાસમ ઈસ્માઈલ, અબ્દુલ્લા હાસમ, પીર સૈયદ મોલાના નોરુલ્લાહશાહ ભૂખરી, મોલના યુનુસ સાહેબ જામેઈ અમીર ઝીલી જમીયતે એહલે હદીસ કરછ, મોલાના અબ્દુલ મજીદ સાહેબ ફેઝી પ્રોગ્રામ સચાલક, મોલાના અતા નુરી, મોલાના મુસા રહમાની, મોલાના જુનસ રહમાની, મોલાના સુલેમાન મુહમ્મદી વિગેરે ગ્રામજનો હાજર રહયા હતા.