-
Today 03-03-2026 09:39:am


આજ રોજ પરોઢે આશરે 4:30 વાગ્યાના સમયે કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં 4.6 મેગ્નિટ્યુડનો ભૂકંપ અનુભવાયો હતો. દિવસ દરમિયાન કુલ 15થી વધુ આંચકા (આફ્ટરશોક) પણ નોંધાયા હતા. કચ્છ વિસ્તાર ભારતના ભૂકંપ સંવેદનશીલ ઝોન-6માં આવે છે, જ્યાં મહાવિનાશક ભૂકંપ આવવાની પૂરી સંભાવના રહે છે. ઐતિહાસિક રીતે પણ કચ્છની જમીને અનેક મોટાભાગના ભૂકંપો અનુભવેલ છે, જેના પરિણામે ભારે જાનહાની અને આર્થિક નુકસાન થયું છે. સામાન્ય રીતે દર 35થી 40 વર્ષે આ વિસ્તારમાં મોટો ભૂકંપ જોવા મળે છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ છેલ્લા 25 વર્ષમાં આ વિસ્તારમાં નાનાં-મોટાં ભૂકંપોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. આજના 26 ડિસેમ્બર, 2025ના ભૂકંપનું કેન્દ્ર રણીકાંઠા પાસે, રવમોટીથી આશરે 12.5 કિલોમીટર પશ્ચિમમાં નોંધાયું હતું. 4.6 મેગ્નિટ્યુડનો આ ભૂકંપ જમીનથી આશરે 5 કિલોમીટર નીચેથી ઉત્પન્ન થયો હતો, જે shallower (અલ્પ-ઉંડાણ) કેટેગરીમાં આવે છે. આ કારણે ધ્રુજારીનું પ્રમાણ વધુ અનુભવું આવ્યું હતું અને પરોઢે જ લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા. આ વિસ્તારના પોચા પથ્થરો અને માટીના સ્તરોના કારણે ધ્રુજારી વધુ તીવ્ર અનુભૂતી થઈ હતી. ભૂકંપ બાદ બપોર સુધી 1 થી 3 મેગ્નિટ્યુડના 15થી વધુ આંચકા અનુભવાયા, જેને આફ્ટરશોક કહેવાય છે. આવા નાનકડા આંચકા ઊર્જા બહાર નિકાળવામાં મદદરૂપ બને છે, જેના કારણે મોટા ભૂકંપની સંભાવના ઘટે છે. આ ભૂકંપનું સ્થાન અને આજના તમામ આંચકા 2001ના મુખ્ય ભૂકંપ વિસ્તારથી જુદા છે. 2001નો ભૂકંપ કચ્છ મેઇનલેડં ફોલ્ટ અને સાઉથ વાગડ ફોલ્ટ વચ્ચે થયો હતો, જ્યારે આજનો ભૂકંપ સાઉથ વાગડ અને ગેડી ફોલ્ટ વચ્ચે આવેલા નોર્થ વાગડ ફોલ્ટના પશ્ચિમ ભાગમાં નોંધાયો હતો. કચ્છ વિસ્તારમાં દસથી વધુ સક્રિય (Active) ફોલ્ટ લાઇનો છે, અને દરેક ફોલ્ટ લાઇન મોટી ભૂકંપ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. આવા કોઈ પણ ફોલ્ટ પર જો મોટા ભૂકંપ થાય તો તેની અસર ગુજરાત તેમજ પશ્ચિમ ભારત સુધી પહોંચી શકે છે. 2001ના ભૂકંપ વિસ્તાર નજીક આવતા નાના ભૂકંપો અસામાન્ય નથી, પરંતુ આજના ઉત્તર વાગડ ફોલ્ટ પર આવેલા ભૂકંપો ચેતવણી આપતા સંકેત છે — કે કચ્છ વિસ્તાર ફરી એક મોટો ભૂકંપ અનુભવી શકે છે. ભૂકંપ એવો પ્રાકૃતિક પ્રકૃતિનો ભાગ છે જેને રોકી શકાતો નથી. કચ્છ વિસ્તારની સર્જન પ્રક્રિયા જ ભૂકંપોની અસરથી બનેલી છે, તેથી આ વિસ્તાર ભૂકંપપ્રવણ છે અને રહેશે. તેથી અહીંના નાગરિકો તથા તંત્રએ ભૂકંપ સાથે જીવતા શીખવું પડશે. શાળા-કોલેજના અભ્યાસક્રમમાં ભૂકંપની માહિતીને વધુ સામેલ કરવી જોઈએ અને દરેક ગામે, ઘરોમાં ભૂકંપ વખતે કર્મયોગી બચાવ માટે તાલીમ આપવી જરૂરી છે. બાંધકામ થતાં સમયે દરેક ઈમારત ભૂકંપપ્રૂફ માપદંડ મુજબ બને તે પણ અનિવાર્ય છે. આવનારા મહિનામાં 2001ના વિનાશક ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થશે. આ પ્રસંગે આપણે એ ભૂકંપને એક ચેતવણી અને શિક્ષા તરીકે લેવી જોઈએ — અને ભૂકંપ સાથે સલામતીપૂર્વક જીવતા શીખવાની તૈયારીઓ હવે જ શરૂ કરવી જોઈએ.