-
Today 03-03-2026 09:39:am

ફરી એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલ એ કચ્છ આવી ને સ્થાનિક પોલીસ ને ઊંઘતી ઝડપતા ચકચાર :ભચાઉના વોંધ નજીક આડ રસ્તા પર ફસાયેલી ટ્રક માં થી અધધધ પાંચસો પેટી દારૂ પકડ્યો આ દરમિયાન પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે બદલી ન હુકમ છોડ્યા છે પરંતુ માત્ર બદલી કર્યેથી જો તંત્ર સુધરતું હોય તો કરોડો ના શરાબ પકડાય ખરો એ સવાલ પણ ઉઠે છે હાલ અંદાજે અડધા કરોડ નું મુદ્દામાલ ઝડપાયા ના પગલે ભચાઉના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. જાડેજા,અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જે. ઝાલાને લીવ રીઝર્વમાં મૂકી દેવાયા એસ ઓ જી ના ડી.ડી. ઝાલાને જિલ્લા ટ્રાફિક ભચાઉમાં ખસેડાયા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમાને કંડલા મરીનમાં મૂકી તેમની જગ્યાએ આડેસરના ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા મુકાયા ખડીરના ઇન્સ્પેક્ટર એમ.એન. દવેને ગાગોદર અને ગાગોદરના ઇન્સ્પેક્ટર વી.એ. શેંગલ આડેસરમા મુકાયા સામખિયાળીના ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવીની IUCAWમાં અને લાકડીયા ઇન્સ્પેક્ટર જે.એમ. જાડેજાને આર્થિક ગુના નિવારણ સેલમાં મોકલી દેવાયા એ ડિવિઝન ઇન્સ્પેક્ટર વી.પી. આહીરને લાકડીયા તેમજ રાપરના એસ.વી. ચૌધરીને ખડીરમાં બદલી કંડલા મરીનના ઇન્સ્પેક્ટર એ.એમ. વાળાને LIBમાં તેમજ LIBના જે.એમ. ઝાલાને સામખિયાળી ખસેડાયા અંજાર પો.સ્ટે.ના બી.જી. ડાંગરની SOGમાં, કંડલા એરપોર્ટના ઇન્સ્પેક્ટર એ.જે. પરમારની AHTUમાં બદલી AHTUના એસ.ડી. સિસોદીયાની કંડલા એરપોર્ટ ઇન્સ્પેક્ટર તરીકે બદલી ગાંધીધામ સીટી ટ્રાફિક સબ ઇન્સ્પેક્ટ ડી.જે. પ્રજાપતિને જિલ્લા ટ્રાફિકમાં અને મહિલા પો.સ્ટે.ના સબ ઇન્સ્પેક્ટર એમ.જે. આહીરને ગાંધીધામ એ ડિવિઝનમાં મુકાયા