-
Today 23-04-2026 05:46:pm


આજરોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ અને ભુજ શહેર કોંગ્રેસ દ્વારા ભુજ નગરપાલિકા ચુંટણી માટે કોંગ્રેસ નું સંકલ્પ પત્ર પ્રેસ અને ઈલેક્ટ્રોનિક મીડિયા ના પત્રકારો સમક્ષ જાહેર કરવામાં આવ્યું હતું.ભ ભુજ શહેર ના પ્રજાજનો ના આશીર્વાદ, સહયોગ અને સાથ થી કોંગ્રેસ ભુજ નગરપાલિકા માં સતા પર આવશે તો નીચે મુજબ ના કામો કરવા માટે સંકલ્પ બધ્ધ છે.અને સંકલ્પ પત્ર ના તમામ મુદ્દાઓ પર કાર્ય કરવા વચન બધ્ધ છે. સંકલ્પ પત્ર ના મુદ્દાઓ નીચે મુજબ છે. આ પ્રસંગે કોંગ્રેસ ના આગેવાનો, હોદેદારો પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી આદમભાઈ ચાકી, કચ્છ જિલ્લા પંચાયત અને કચ્છ જિલ્લા કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ નવલસિંહ જાડેજા, ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર દાન ગઢવી, કચ્છ જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી ગનીભાઇ કુંભાર, કચ્છ જિલ્લા કોંગ્રેસ ના મંત્રી પ્રજ્ઞેશભાઈ ચોથાણી, ઉપપ્રમુખ ઈલિયાસભાઈ ધાચી, ભુજ શહેર કોંગ્રેસ ના મહામંત્રી કપીલભાઈ મહેતા, ધીરજભાઈ સુંદરા વગેરે હાજર રહ્યા હતા. એમ પ્રવક્તા અંજલી ગોર એ જણાવ્યું હતું.
સંકલ્પ પત્ર ભુજની જનતાના આર્શીવાદથી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે તો અમો નીચે મુજબના કાઓ કરવા વચનબધ્ધ છીએ. (૧) ભુજ શહેરની ગટર સમસ્યા માટે વૈજ્ઞાનિક પધ્ધતિથી સર્વે કરાવી નવી વ્યવસ્થિત ગટર વ્યવસ્થા થકી શહેરને ગટરની સમસ્યામાંથી મુકિત. (૨) પાણીની ચોરી અટકાવી નિયમિત રીતે સમગ્ર શહેરમાં પાણી વિતરણ, (3) સીટી બસની સુવિધા શરૂ કરી મહિલા તથા સિનીયર સીટીઝન માટે રાહત દરે મુસાફરી. (૪) શહેરમાં બાકી રહેલા તમામ રસ્તાઓને બનાવવામાં આવશે. (૫) જનતાને એડવાન્સ ટેક્ષ ભરવા પર ૨૫% રાહત તથા ચકત ટેશ પર વ્યાજ માફી. (s) નગરપાલિકાના તમામ પ્રશ્નોની ફરીયાદ માટે એક એપ્લીકેશન જેનાથી ઘરબેઠે પ્રશ્નોનું નિરાકરણ. (૭) શહેરના તમામ સાર્વજનિક પ્લોટોને ડેવલોપ કરવા. (૮) નગરપાલિકામાં કુશળ અને ઉચ્ચ લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી જેનાથી નગરપાલિકાનું વહીવટ સરળ રીતે થાય. (૯) શહેરને રખડતા ઢોરોની સમસ્યાથી મુકિત શહેરની ભાગોળે કેટલ હોસ્ટેલનું નિર્માણ કરી ઢોર-કુતરાની સમસ્યાથી મુકિત. (૧૦) દરેક વોર્ડમાં વોર્ડ ઓફિસ બનાવી વોર્ડનની નિમણુંક કરી ત્યાં સફાઈ, ગટર, પાણી, રૉક લાઈટના પ્રશ્નો માટે પૂરતા સ્ટાફની નિમણુંક. (૧૧) શહેરના વિવિધ વિસ્તારોમાં રોજ પદાધિકારી દ્વારા પગપાળા નિરીક્ષણ તથા સ્થળ પર જ પ્રશ્નનો નિકાલ. (૧૨) નવી જગ્યાએ શાક માર્કેટનું નિર્માણ કરી બસ સ્ટેશન આસપાસના વિસ્તારોને ટ્રાફીક સમસ્યાથી મુકિત. (૧૩) ફુટપાથો પરથી દબણ દુર કરી ફેરીયાઓ માટે હોકર્સ ઝોન. (૧૪) હમીસર તળાવમાં આવતા ગટરના પાણી બંધ કરી આપી તળાવને સ્વચ્છ કરીશું. (૧૫) વરસાદી પાણીના વહેણ પરના દબીણો દુર કરી વરસાદી પાણી ભરાવવાના પ્રશ્નનો કાયમી નિકાલ. (૧૬) જીમ તથા સ્પોર્ટર્સ સંકુલનું નિર્માણ કરી યુવાનો માટે રાહત દરે ઉપલબધ. (૧૭) શહેરના પ્રબુધ્ધ તથા બુધ્ધીજીવી નાગરીકોની સમિતિ બનાવી નગરપાલિકાના વહીવટ માટે માર્ગદર્શન લેવામાં આવશે. (૧૮) શહેરમાં ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવી ટ્રાફિક સમસ્યાનો હલ લાવવામાં આવશે. (૧૯) શહેરના વિવિધ વિસ્તારોમાં ફરિયાદ/સૂચન પેટી મૂકવામાં આવશે
કોંગ્રેસ એ દાવો કર્યો હતો કે છેલ્લા ૪૦ વર્ષથી ભુજ નગરપાલિકામાં ભાજપનું શાસન છે વર્ષો સુધી સતત જીત મેળવવાના લીધે ભુજ નગરપાલિકાનું તંત્ર સાવ રેઢીયાળ અને બેદરકાર બની ગયું છે. છેલ્લા ચાર વર્ષથી કૃષ્ણાજી પુલ બંધ છે, રોજના હજારો લોકોને હાલાકી પડે છે, છતાં આ ભ્રષ્ટ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જ્યાં પહોંચેલા અને વગદાર લોકો રહે છે, ત્યાં સારા રસ્તા હોવા છતાં થોડા થોડા સમયે નવા રસ્તા બને છે, જ્યારે જ્યાં ખરેખર જરૂર છે ત્યાં રસ્તા બનાવવામાં નથી આવતા. નગરપાલિકામાં કાયમી કર્મચારી નથી અને લાગવત તથા સગાવાતથી ભરતી થયેલા કર્મચારીઓ પાસે યોગ્ય લાયકાત ન હોવાને લીધે તેઓ દ્રારા કરવામાં આવતી કામગીરી એકદમ નબળી અને સતાધારીઓ વધુમાં વધુ ભષ્ટ્રાચાર કરી શકે એવા પ્રકારની હોય છે, આના લીધે ૧૫૦ કરોડનું બજેટ ધરાવતી ભુજનગરપાલિકાનો બજેટ ભષ્ટ્રાચારમાં વપરાઈ જાય છે અને લોકઉપયોગી કાર્યા થતા નથી. ભુજ નગરપાલિકા પર પાણીના બિલ પેટે અંદાજીત ૨૦૦ કરોડ જેટલું લેણું છે, PGVCL નું કરોડોનું લેણું છે, આમ ભુજમાં જન્મ લેતો બાળક ભાજપની નગરપાલિકાના પાપે હજારોના લેણા સાથે જન્મે છે. સફાઈનો મહિને ૭૫ લાખનો બિલ બને છે સાથે નગરપાલિકાના સફાઈ કામદારો તો ખરા જ. છતા પણ શહેરમાં નિયમિત સફાઈ થતી નથી, રોજ નર્મદા તથા લોકલ સોર્સથી એટલું પાણી આવે છે કે નિયમિત વિતરણ થઈ શકે, પરંતુ પાણી ચોરી તથા હોટલ, ઉધોગોને પરબારે પાણી અપાઈ જતા શહેરીજનોને નિયમિત પાણી મળતું નથી, પાણી વિતરણ માટે સુચારું આયોજન કરવામાં આવશે, જુના અનુભવી કર્મચારીઓની સલાહ લઈ ગટર, પાણી, સફાઈના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. વિકાસના કામોના સુપરવિઝન માટે નામાંકિત એજન્સીને રોકી ટકાઉ અને મજબુત કામો કરવામાં આવશે.. પાણી વિતરણ નિયમિત કરી વોટર ટેન્કર વિભાગમાં ખચાર્તા લાખો રૂપિયાની બચત કરવામાં આવશે અત્યારે માત્ર નર્મદા આધારીત પાણી વિતરણ વ્યવસ્થા છે. ધુનારાજા ડેમમાં ખાણેતરું કરાવી વરસાદી પાણીનો સંગ્રહ કરી ભુજવાસીઓને સંકટના સમયે ત્યાંથી પાણી પુરૂ પાડવા સરકારમાં મજબુત રજુઆત ભુકંપગ્રસ્તોને આપવામાં આવેલ નવી શરતના પ્લોટો કોઈજ પ્રીમીયમ વિના જુની શરતમાં ફેરવવા માટે સરકાર સમક્ષ છેલ્લે સુધી લડાઈ લડી અને પ્રીમીયમ માફ કરાવવું. ભાડાની કચેરીમાં લોકોને પડતી હાલાકી બાબતે પ્રજાના પ્રતિનિધી તરીકે સરકાર સમક્ષ મજબુત રજુઆત કરવામાં આવી હોવાનો કોંગ્રેસ ના ગઢવી એ જણાવ્યું હતું.