-
Today 08-04-2025 02:01:pm
કડી નજીક ભેખડ ધસી પડતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય ઉતર ગુજરાતના કડી નજીક એક ગમખ્વાર અકસ્માતમાં પ્રાઈવેટ કંપનીની દિવાલ ખોદી રહેલા ૯ મજૂરોનું અચાનક ભેખડ ધસી પડતાં કરુણ મોત થયું હતું. કડીના જાસલપુર ગામે આ દુર્ધટનામાં બનવા પામી છે અને તેમાં તાજેતરની વિગતો અનુસાર ૯ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. કલોલ સ્થિત રામકથાના શ્રોતા નવીનભાઈ અને તેમની ટીમ દ્વારા સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે.