-
Today 22-12-2024 05:20:am
પ્રેમ કર્યો કોઈએ,અને અપહરણ થયું કોઈનું!? ભચાઉ થી પ્રેમલગ્ન કરીને ભાગી છૂટેલા યુવક યુવતી ને શોધવા માટે ગયેલા યુવાનો નું અપહરણ થઈ જતા પોલિસ અને પરિવારજનો ધંધે લાગ્યા હતા ભચાઉથી પ્રેમલગ્ન કરી નાસી ગયેલા યુવક અને યુવતીને શોધવા આવેલ ત્રણ યુવાનોનું માળીયા મિયાણા ખાતે આવેલ ઓનેસ્ટ હોટલેથી બ્રેઝા કારમાં છ શખ્સો અપહરણ કરી ભચાઉ તરફ નાસી જતા બનાવ મામલે ગુન્હો દાખલ કરી માળીયા મિયાણા પોલીસે ગણતરીની કલાકમાં જ છ આરોપીઓને ઝડપી લઈ અપહરણનો ભોગ બનેલ યુવાનોને મુક્ત કરાવ્યા હતા. તા.10ના રોજ માળીયા મિયાણા નજીક ઓનેસ્ટ હોટલેથી બ્રેઝા કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ ત્રણ વ્યક્તિઓના અપહરણ કરવામાં આવતા કચ્છ ભચાઉના રહેવાસી બાબુભાઇ ભીખાભાઇ મિયોત્રાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તત્કાળ ગુન્હો નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના પુરવા મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાબુભાઇનો પુત્ર ભચાઉના શિવજી દાફડાની પુત્રી સાથે પ્રેમલગ્ન કરવાના ઇરાદે નાસી ગયો હોવાથી બાબુભાઈનો પુત્ર દિલીપ, મહેશ બારોટ તથા કાનજી મિયોત્રા એમ ત્રણેય ઇકો કાર લઇ છોકરા-છોકરીને શોધવા માટે નીકળ્યા હતા પરંતુ તેમના સગળ ન મળતાં ભચાઉ પરત ફરતી વખતે ઓનેસ્ટ હોટલ ખાતે ચા-પાણી પીવા માટે કાર ઉભી રાખતા એક બ્રેઝા કારમાં આવેલા છ શખ્શો આ ત્રણેયનુ અપહરણ કરી નાસી ગયા હતા. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરતા તેઓ સુમિત પ્રેમજીભાઇ દાફડાની વાડીએ હોવાની વિગત મળતા આરોપી કાંતિ લોચા, રમેશ દાફડા, નરેશ દાફડા, ભરત દાફડા, મનસુખ ઉર્ફે મનોજ દાફડા અને આરોપી કિશોર ઉર્ફે કિશન ચૌહાણ ને પકડી પાડી તમામ અપહૃત ને મુક્ત કરાવ્યા હતા.